પાક અભિનેત્રી વીણા મલિકે ચંદ્રયાન 2 વિશે કરેલા અભદ્ર ટ્વિટ પર ભારતીયોએ ઝાટકી

પાકિસ્તાનના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરી બાદ પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે ચંદ્રયાન 2 વિશે ટ્વિટર પર વિવાદિત ટિપ્પણીઓ કરી છે.

ભારતનુ મહત્વાકાંક્ષી ચંદ્રયાન 2 મિશન ભલે પોતાની મંઝિલથી દૂર થઈ ગયુ હોય પરંતુ તેની ટેકનિકલ ક્ષમતાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. પરંતુ પાકિસ્તાન આ ઘટના બાદ સતત ભારતની મજાક બનાવવાની કોશિશ કરી રહ્યુ છે. પહેલા પાકિસ્તાનના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ ચંદ્રયાન 2 વિશે અશોભનીય કમેન્ટ કરી હતી. હવે પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે ટ્વિટર પર વિવાદિત ટિપ્પણીઓ કરી છે.

‘ઉપ્સ...ચાંદ ન્યૂ ઈન્ડિયાને મામૂ બની ગયો'

‘ઉપ્સ...ચાંદ ન્યૂ ઈન્ડિયાને મામૂ બની ગયો'

વીણા મલિકે શનિવારે ઘણા ટ્વિટ કર્યા. તેણે લખ્યુ કે, ‘ઉપ્સ... ચાંદ ન્યૂ ઈન્ડિયાને મામૂ બનાવી ગયો.' ત્યારબાદ વધુ એક ટ્વીટ કરીને વીણાએ લખ્યુ - ‘ઈન્ડિયાએ ચંદ્રયાન નહિ ટૉયલેટ બનાવવા જોઈએ. ગરીબ ભારત.' તેની આ કમેન્ટ પર ઈન્ડિયન યુઝર્સ તેના પર તૂટી પડ્યા. કોઈ તેને પાગલ ગણાવી રહ્યુ છે તો કોઈ તેને ઈન્ડિયામાં કામ મળવા પર કટાક્ષ કરી રહ્યુ છે. ઘણા લોકોએ તેના અને ભારતીય અભિનેતા અશ્મિત પટેલ વચ્ચેના સંબંધો વિશે ટિપ્પણી કરી.

ભારતીય બોલ્યા- મારા બિહારમાં એટલા ટૉયલેટ છે જેટલા આખા પાકિસ્તાનમાં નહિ હોય

આટલાથી વીણા મલિકનું મન ન ભરાયુ તો તેણે ફરીથી એક ટ્વીટ કરીને લખ્યુ, ‘સમાચાર મળી રહ્યા છે કે આ મિશન નિષ્ફળ હોવા પાછળ ISI નો હાથ છે.' ત્યારબાદ વધુ એક ટ્વિટ કરીને તેણે લખ્યુ, ‘ચંદ્ર પર ભારતીયોને અનુમતિ નથી.' વીણાના આ ટ્વિટ્સ બાદ ભારતીયોએ તેને આકરા જવાબ આપ્યા. એક યુઝરે લખ્યુ, જ્યારે અમારી પાસે પાકિસ્તાન છે અમારે ટૉયલેટની શું જરૂર. એક યુઝરે લખ્યુ, મારા બિહારમાં એટલા ટૉયલેટ છે જેટલા આખા પાકિસ્તાનમાં નહિ હોય. વળી, એક યુઝરે લખ્યુ અમે ટૉયલેટ બનાવ્યુ છે એનુ નામ પાકિસ્તાન છે.

90 રૂપિયાની રોટલી ઉછાળી દઈએ તો 100-200 તો નાસભાગમાં જ મરી જશે

એક યુઝરે લખ્યુ - ‘જ્યારથી પાકિસ્તાનીઓને ખબર પડી કે ચંદ્રયાન 2 માટે 900 કરોડ ખર્ચ કરવામાં આવ્યો ત્યારથી તેમની આંખો ફાટી ગઈ છે, સાચુ પણ છે આ ભિખારીઓ તરફ તો 90 રૂપિયાની રોટલી ઉછાળી દો તો 100-200 તો નાસભાગમાં જ મરી જાય.' વળી, એકે લખ્યુ, ‘મિશન ફેલ કરાવવા માટે અકલ અને ઓકાત બંનેની જરૂર હોય છે... જે તમારા લોકો પાસે નથી.' એટલુ જ નહિ વીણા મલિકે ફવાદ ચૌધરીના ચંદ્રયાન 2 વિશે કરાયેલ ટ્વિટ્સ પણ રીટ્વીટ માર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X