For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું ષડયંત્ર, પાક આર્મીના લેન્ડમાઈન મળ્યા

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું ષડયંત્ર, પાક આર્મીના લેન્ડમાઈન મળ્યા

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ પાકિસ્તાન આર્મી સમર્થિત આતંકીઓ અમરનાથ યાત્રા દરમિયાન હુમલાનું ષડયંત્ર ઘડી રહ્યા છે ગુપ્ત રિપોર્ટ મુજબ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સેનાએ શુક્રવારે જણાવ્યું કે અમરનાથ તીર્થયાત્રાના માર્ગ પર એક બારુદી સુરંગ અને સ્નાઈપર રાઈફલ મળી આવી છે. આ ષડયંત્ર રચનાર આતંકી પાક સમર્થિત છે અને પાકિ્સતાની આર્મી પણ આ નાપાક હરકતમાં સામેલ છે.

અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર

અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર

લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે પાછલા ત્રણથી ચાર દિવસમાં એવા ગુપ્તચર અહેવાલો મળ્યા છે કે પાકિસ્તાન અને તેની આર્મી દ્વારા સમર્થિત આતંકીઓ અમરનાથ યાત્રાને અટકાવવાની કોશિશ કરી રહ્યા છે. આના આધાર પર સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું. દરમિયાન રાઈફળ મળી આવી છે. ભારતીય સેના અને પોલીસે શુક્રવારે એક સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ આયોજિત કરી. રાજ્યમાં સૈનિકોની વધતી ઉપસ્થિતિના અહેવાલોની વચ્ચે આ પ્રેસ કોન્ફ્રેન્સ કરવામાં આવી.

પાકિસ્તાની આર્મીની રાઈફલ મળી

પાકિસ્તાની આર્મીની રાઈફલ મળી

લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લોંએ કહ્યું કે પાકિસ્તાની સુરંગો અને ગોળા-બારુત સહિત પાકિસ્તાની સેનાની પ્રત્યક્ષ ભાગીદારી આમાં જાણવા મળી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની આયુધ ફેક્ટરીમાં બનેલ બારુદી સુરંગ અને એક એમ24 અમેરિકન સ્નાઈપર રાઈફલ સેનાને મળી આવી છે. ત્રણ દિવસ માટે યાત્રા રોકી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે આઈઈડી અને ક્રૂડ બોમ્બથી ભારે ખતરો હતો. અમરનાથ યાત્રા માર્ગમાં સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ મળી આવ્યા. લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને કહ્યું કે હજુ પણ તપાસ ચાલુ છે. પાકિસ્તાની સેના શાંતિમાં ખલેલ નાખવાના પ્રયાસો કરી રહીછે. એવું થવા દેવામાં નહિ આવે. કોઈને પણ શાંતિ ભંગ કરવાની મંજૂરી ન આપી શકાય.

માતા-બહેનને અપીલ

લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે મારી તમામ માતા અને બહેનોને અપીલ છે. ધ્યાન આપો કે જો તમારો બાળક 500 રૂપિયા લઈને પથ્થર ફેંકે છે તો તે કાલનો આતંકવાદી છે. પકડાયેલા કે મરેલા આતંકવાદીઓમાંથી 83 ટકા આવા જ છે. લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન જણાવ્યું કે એલઓસી પર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પાકિસ્તાન તરફથી ઘુસણખોરીની કોશિશને સફળતાપૂર્વક નાકામ કરવામાં આવી રહી છે.

જમ્મુ અને કાશ્મીર હાઈ અલર્ટ પર

જમ્મુ અને કાશ્મીર હાઈ અલર્ટ પર

પાછલા કેટલાક સમયથી રાજ્યમાં કેન્દ્રીય અર્ધસૈનિક અને સૈનિકોની તહેનાતી વધી ગઈ છે. કેન્દ્રીય બળોની 100 કંપનીઓ અને 10,000 જવાનોને તેમની પોસ્ટમાં પહોંચવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 15 ઓગસ્ટે હાઈ અલર્ટનું એલાન કરવામાં આવ્યું હતું તે ઈનપુટના આધારે જવાનોની તહેનાતીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું કે દેશમાં હુમલાની યોજના બનાવી રહેલ આથંકી સમૂહો સક્રિય છે.

ઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશે ઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશે

English summary
pakistani army landmines and MK24 sniper found on the way of amarnath yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X