Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડો ઠાર મરાયો

અભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડો ઠાર મરાયો

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાની સીમાની અંદર પકડનાર કમાન્ડોને ભારતીય સેનાએ ઠાર માર્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ફાયરિંગ બાદ ભારતીય સેનાએ તેમને ઝડબાતોડ જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ફાયરિંગ કર્યું, જેમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર અહમદ ખાનનું મોત થયું. અહમદ ખાન પાકિસ્તાની સેનાનો એ કમાન્ડર હતો જેણે અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી હતી.

abhinandan

જાણકારી મુજબ ભારતીય સેનાએ એલઓસીના નક્યાલ સેક્ટરમાં અહમદ ખાનને ઠાર માર્યો. 17 ઓગસ્ટે પાકિસ્તાની કમાન્ડોને એવા સમયે ઠાર મારવામાં આવ્યો જ્યારે તે આતંકી ઘુસણખોરીમાં મદદ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાની સૂબેદાર નૌશેરા, સુંદરબની અને પલ્લન સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરીમાં મદદ કરી રહ્યો હતો, પરંતુ ભારત તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં તે ઠાર મરાયો.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ બાલાકોટમાં આતંકી ઠેકાણે એર સ્ટ્રાઈક કરી તેને બર્બાદ કરી દીધો. જે બાદ પાકિસ્તાને એફ16 લડાકૂ વિમાનને ભારતીય સીમામાં દાખલ કરાવી ભારતને ડરાવવાની કોશિશ કરી. જે બાદ વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પોતાના મિગ 21થી પાકિસ્તાની ફાઈટર જેટ્સનો પીછો કર્યો અને તેને એફ16ને તોડી પાડ્યું. આ દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાની સીમામાં ઘૂસી ગયા હતા, જે બાદ પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી લીધ, પરંતુ ભારત સરકારે ત્રણ દિવસમાં જ અભિનંદનને પાકિસ્તાનથી સુરક્ષિત દેશ લાવવામાં સફળતા હાંસલ કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X