મોદીને રાખડી બાંધવા દિલ્હી પહોંચી પાકિસ્તાનની કમર જહાં, માંગી આ દુઆ

મોદીને રાખડી બાંધવા દિલ્હી પહોંચી પાકિસ્તાનની કમર જહાં, માંગી આ દુઆ

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટે રક્ષા બંધનને તહેવાર છે, જ્યાં એક આખો દેશ જશ્ન-એ-આઝાદીમાં ડૂબેલ હોય છે ત્યાં આ પાવન દિવસે બહેનો પોતાના ભાઈના લલાટે તિલક લગાવી તેમના કાંડા પર રક્ષા-સૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરશે અને પોતાના માટે રક્ષાનું વચન લેશે, એવી જ એક બહેન છે કમર જહાં, જે અણદાવાદથી પીએમ મોદીને રાખડી બાંધવા માટે દિલ્હી પહોંચી છે, ગત 24 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધી રહેલ કમર મોહસિન હસન હાલ અમદાવાદમાં રહે છે અને થોડા સમય પહેલા જ તેનો પરિવાર કરાચીથી અહીં આવીને વસ્યો હતો.

કમર મોહસિન શેખનો જન્મ પાકિસ્તાનમાં થયો

કમર મોહસિન શેખનો જન્મ પાકિસ્તાનમાં થયો

કમર મોહસિન શેખનો જન્મ પાકિસ્તાનમાં થયો છે, જે લગ્ન બાદ ભારત આવી ગઈ હતી. તે ખુદને ગર્વથી હિન્દુસ્તાની માને છે. મોહસિનની ઓળખ પીએમ મોદી સાથે ત્યારે થઈ જ્યારે તે સંઘના કાર્યકર્તા હતા. કામના સિલસિલામાં કમર મોહસિન શેખનું મોદીને મળવાનું થતું રહેતું હતું.

રાખી બાંધવા માટે હાથ લંબાવી દીધો

રાખી બાંધવા માટે હાથ લંબાવી દીધો

એકવાર રક્ષાબંધનના દિવસે જ્યારે મોહસિન તેને મળી અને રાખી બાંધવાની વાત કહી તો મોદીએ ખુશીથી પોતાની હાથ આગળ કરી દીધો. ત્યારથી લઈ દર વર્ષે તે નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી આવતી રહી છે. મોહસિનને લાગે છે કે લગભગ આ વખતે વ્યસ્ત કાર્યક્રમને કારણે તે તેમને રાખડી નહિ બાંધી શકે, પરંતુ પીએમ મોદીએ બે દિવસ પહેલા જ તેમને ફોન કરીને દિલ્હી બોલાવી લીધાં.

બહુ ખુશ છે કમર જહાં

બહુ ખુશ છે કમર જહાં

કમર જહાં કહે છે કે જ્યારે તે પોતાના પાકિસ્તાની શૌહર સાથે ભારત આવી હતી તો ભારતમાં તેના સાસરીયાં સિવાય કોઈ સંબંધી નહોતા, પરંતુ જ્યારે તે દિલ્હીમાં નરેન્દ્રમ મોદીને મળી તો તેમનો વ્યવહાર બહુ સારો લાગ્યો. તેઓ હંમેશે તેમને પૂછતા હતા કે કેમ છે મારી બહેન? તેઓ દર વર્ષે મોદીને રાખડી બાંધે છે, કમર પ્રત્યે પીએમ મોદી પણ બહુ સ્નેહ રાખે છે. દર વર્ષે કમર પીએમ મોદીને રીતિ રિવાજથી રાખડી બાંધે છે.

મને ગર્વ છે કે હું મોદીની બહેન છું

મને ગર્વ છે કે હું મોદીની બહેન છું

કમર જહાંએ જણાવ્યું કે પીએમ મોદી શરૂઆતથી જ લોકોના કામ કરવામાં વિશ્વાસ રાખતા હતા અને તેમની મહેનત, ઈમાનદારી અને ધગશના પરિણામે જ તેઓ આજે ભારતના વડાપ્રધાન છે, આનાથી મોટી ખુશી ન હોય શકે કે એક પીએમ મારા ભાઈ છે, આ મારા માટે ગર્વની વાત છે.

ભાઈને નોબેલ પુરસ્કાર મળે તેવી દુઆ

ભાઈને નોબેલ પુરસ્કાર મળે તેવી દુઆ

કમર જહાંએ જણાવ્યું કે તે ઉપરવાળા પાસે દુઆ કરતી હતી કે તેઓ સએમ બને, જ્યારે સીએમ બન્યા તે બાદ દુઆ કરતી હતી કે તેઓ પીએમ બને અને હવે જ્યારે પીએમ બની ગયા છે તો ઉપરવાળાને દુઆ કરું છું કે મોદીને નોબેલ પુરસ્કાર મળે, મારા ભાઈ સલામત રહે અને પ્રગતિ કરે, બીજું મારે કંઈ નથી જોઈતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X