આતંકી અહેસાનુલ્લાહની મોદીને ધમકી, લઇને રહેશે ગુજરાતનો બદલો!

નવી દિલ્હી, 5 નવેમ્બર: વાઘા બોર્ડર પર લોહિયાળ હોળી રમનારા આતંકવાદી એહસાનુલ્લાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા જણાવ્યું છે કે તે કાશ્મીર અને ગુજરાતનો બદલો લઇને રહેશે. વાઘા બોર્ડર પર આતંકી હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જામત અહરારના પ્રવક્તા એહસાનુલ્લાહે ટ્વિટ કરતા ધમકી આપી છે કે ગુજરાત અને કાશ્મીરમાં હિંસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે બદલો લેવામાં આવશે.

modi
એક અખબાર અનુસાર છેલ્લા એક પખવાડીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે વાર આ અંગે જણાવવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ ઝેહાદી સંગઠનોની ગતિવિધિયોને પોતાના રડાર પર નોંધી રાખી છે.

નોંધનીય છે કે વાઘા બોર્ડર પર થયેલા હુમલામાં પાકિસ્તાનના 60થી વધારે લોકોના મોત થઇ ગયા હતા અને લગભગ 200 લોકોના ઘાયલ થવાના સમાચાર હતા. પાકિસ્તાનમાં લોહીયાળ હોળી રમ્યા બાદ હવે અહેસાનુલ્લાહે ભારતમાં પણ હુમલો કરવાની ધમકી આપી છે.

modi threat
અહેસાને જણાવ્યું કે આ વાઘા બોર્ડર પર હુમલો પાકિસ્તાન અને ભારત, બંનેની હુકુમતોને સંદેશ આપવા માટે હતો. અહેસાને જણાવ્યું કે આ ફિદાયીન હુમલો હાફિઝ હનીફુલ્લાહ નામના એક શખ્શે કર્યો છે. નોંધનીય છે કે જમાત એહરાર ઉપરાંત જનદુલ્લાહ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના મેહર મેહસૂદ ગ્રૂપે પણ આ હુમલાની જવાબદારી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X