પાકનું ફરીથી સીમા પર ફાયરિંગ, 2 મહિલા સહિત 6 ના મોત, 8 ઘાયલ

પાકિસ્તાને મંગળવારે નૌશેરા, સાંબા અને આરએસપુરા સેક્ટરના અરણિયામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યુ. આમાં 2 મહિલા સહિત 6 ના મોત થયા છે જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા છે...

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઇ રહ્યુ છે. પાકિસ્તાને મંગળવારે નૌશેરા, સાંબા અને આરએસપુરા સેક્ટરના અરણિયામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યુ. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 6 નાગરિકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 2 મહિલા પણ શામિલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

firing

પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ ચાલુ છે, આજે સવારે પણ તેમના તરફથી રામગઢના સાંબા સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગ અને ગોળીબારમાં એક યુવતીનું મોત થઇ ગયુ જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થઇ ગયાના સમાચાર છે.

તમને જણાવી દઇએ કે આજે સવારે 6.30 વાગે સીમા પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહી છે જેનો જડબાતોડ જવાબ બીએસએફ જવાનો તરફથી આપવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ રામગઢની છે જ્યારે કલાલના નૌશેરા સેક્ટરમાં સવારે 5.30 વાગ્યા બાદ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ અને સીમા પારથી સતત ગોળીઓ વરસાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય કે છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન તરફથી સીમા પર ગોળીબાર અને ફાયરિંગ ચાલુ છે જેનો જડબાતોડ જવાબ ભારતના જવાન આપી રહ્યા છે. આ ફાયરિંગમાં પાકિસ્તાનને પણ ઘણુ નુકશાન થયુ છે તેમ છતા તે પોતાની હરકતો છોડતુ નથી. આ જવાબી કાર્યવાહીમાં ભારતના ઘણા સપૂતો શહીદ થઇ ગયા જેના પરિવારો હવે પીએમ મોદી પાસે જવાબ માંગી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X