For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તણાવના કારણે પાકિસ્તાનમાં ફસાઈ ભારતની વહુ, સાસુએ સુષ્માને કરી આ અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા બાદ વધેલા તણાવના કારણે ભારતની એક વહુને પાકિસ્તાનથી ભારતમાં પોતાના સાસરિયામાં આવવામાં મુશ્કેલી પડી રહી છે.

|
Google Oneindia Gujarati News

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો અને ત્યારબાદથીજ ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ થઈ ચૂક્યા છે. આ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાનની એક મહિલા જેના લગ્ન ભારતમાં થયા, હવે પોતાના સાસરિયામાં આવવા માટે હેરાન થઈ રહી છે. બંને દેશો વચ્ચે આવેલા તણાવ બાદ તેમને ભારતનો વિઝા મળવામાં મુશ્કેલી થઈ રહી છે. તેમના સંબંધીઓએ હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મદદની અપીલ કરી છે.

Sushma Swaraj

ડિસેમ્બરમાં ગઈ હતી પાકિસ્તાન

પાકિસ્તાનની મહિલાના લગ્ન હૈદરાબાદના શેખ એજરજ મોહીઉદ્દીન સાથે વર્ષ 2011માં થયા હતા. 18 ડિસેમ્બરના રોજ આ મહિલા પોતાના બિમાર પિતાને જોવા પાકિસ્તાન ગઈ હતી. ત્યારથી તે ત્યાં છે. હવે તેમની સાસુ વહેદ ઉનેસાએ સુષ્મા પાસે મદદ માંગી છે. સાસુએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ, 'વર્ષ 2011થી જ તે મારા પુત્ર સાથે હૈદરાબાદમાં રહે છે અને તેમના બે બાળકો છે. તેમના પિતા બિમાર હતા અને આના કારણે જ તે પાકિસ્તાન ગઈ પરંતુ હવે તે ત્યાં ફસાઈ ગઈ છે.' ઉનેસાએ કહ્યુ કે બંને દેશો વચ્ચે ચાલી રહેલ તણાવના કારણે જ વહુ ભારત પાછી નથી આવી શકતી.

એમ્બેસીમાં અટકી વિઝા એપ્લીકેશન

ઉનેસા કહે છે કે તેના બાળકો ભારતના નાગરિક છે અને તે તો ભારત આવી શકે છે પરંતુ વહુને ભારતના વિઝાની જરૂર છે. જે સમયે તે ભારત આવવાની કોશિશ કરી રહ્યા હતા તે સમયે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે વહુને રોકી લેવામાં આવી. તેમના વિઝા એપ્લીકેશન હજુ સુધી ભારતીય એમ્બેસીમાં અટકેલી પડી છે. ઉનેસાએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તે એમની વહુનો વિઝા આપીને તેના દેશ પાછા આવવા માટેના રસ્તા ખોલે.

આ પણ વાંચોઃ સંમતિથી યૌન સંબંધ બનાવવાની ઉંમર 18થી ઘટાડી 16 કરવાની જરૂરઃ મદ્રાસ હાઈકોર્ટઆ પણ વાંચોઃ સંમતિથી યૌન સંબંધ બનાવવાની ઉંમર 18થી ઘટાડી 16 કરવાની જરૂરઃ મદ્રાસ હાઈકોર્ટ

English summary
Pakistani woman who married to an Indian stuck in her country and now her kin has asked MEA Sushma Swaraj's help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X