For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો

પાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સંતોને જેવી રીતે ઢોર માર મારી હત્યા કરી દેવામાં આવી હતી, તે બાદ આ મામલે મહારાષ્ટ્ર રાજ્ય ગૃહમંત્રીએ મોટી કાર્યવાહી કરી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે પાલઘરના એસપી ગૌરવ સિંહને રજા પર મોકલી આપવામાં આવ્યા છે, પાલઘર હત્યાકાંડને પગલે અનુશાસનાત્મક કાર્યવાહી અંતર્ગત એસપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે એડિશનલ એસપી પાલઘરના એસપીની જવાબદારી સંભાળશે. જણાવી દઈએ કે 16 એપ્રિલે મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો અને તેમના ડ્રાઈવરને ઢોર માર મારી હત્યા કરી દેવામાં આવી હતી.

Palghar

ઉલ્લેખનીય છે કે ઘટના 16 એપ્રિલની રાતની છે. જ્યારે બે સન્યાસી 70 વર્ષના ક્લપવૃક્ષ ગિરી અને 35 વર્ષના સુશીલ ગિરી મહારાજ મુંબઈના કાંદિવલીથી એક અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થવા માટે સુરત તરફ જઈ રહ્યા હતા. તેમણે કાંદિવલીથી સુરત જવા માટે એક કાર ભાડે લીધી હતી, જેને 30 વર્ષનો નિલેષ યેલગેડે ચલાવી રહ્યો હતો, રસ્તામાં કોઈ રૂકાવટ પેદા ના થાય તે માટે તેમણે પાલઘર જિલ્લાની પાછળવાળા રસ્તેથી ગુજરાતમાં ઘુસવાનો ફેસલો કર્યો.

જ્યારે આ લોકોની કાર ગડચિંચલે ગામ પાસે પહોંચી તો તેમને ત્યાં વન વિભાગના એક સંત્રીએ રોક્યા. તેમની વાત સંત્રી સાથે થઈ જ રહી હતી કે કેટલાક ઉગ્ર લોકોએ તેમના પર હુમલો કરી દીધો, જે બાદ આ લોકોની માર મારી હત્યા કરી દેવામાં આવી. જણાવી દઈએ કે આ વિસ્તારમાં કેટલાક બાળકો ઉઠાવતી ગેંગના લોકો ફરી રહ્યા હોવાની સમગ્ર વિસ્તારમાં અફવા ફેલાણી હતી. જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગામવાળાઓએ એક ટૂકડી તૈયાર કરી હતી. દાવા મુજબ આ અફવાઓને પગલે જ સાધુઓની હત્યા કરવામાં આવી હતી.

Maharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોતMaharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત

English summary
Palghar lynching: Maharashtra HM sent SP Gaurav Singh on compulsory leave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X