પલવલમાં સામુહિક આપઘાત : એક જ પરિવારના 5 લોકોએ વખ ઘોળ્યું
ઔરંગાબાદ ગામમાં બુધવારના રોજ સવારે ત્રણ સગીર સહિત એક પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, એક 33 વર્ષીય વ્યક્તિ, જે ઘરનો મોભી છે.
હરિયાણા : પલવલ જિલ્લાના ઔરંગાબાદ ગામમાં બુધવારના રોજ સવારે ત્રણ સગીર સહિત એક પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, એક 33 વર્ષીય વ્યક્તિ, જે ઘરનો મોભી છે, તેણે તેની પત્ની, પુત્ર, પુત્રી અને ભત્રીજીને મારવા માટે કથિત રીતે ઝેર આપ્યું હતું અને પછી કથિત રીતે આત્મહત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે, 33 વર્ષીય વ્યક્તિ સામે તેના પિતાની ફરિયાદના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવશે, જેમણે પોલીસને મોત અંગે જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગુના પાછળ કૌટુંબિક તકરાર કારણભૂત હોવાની શંકા છે.
આ ઘટના મંગળવારની મોડી રાત્રે બની હતી અને બુધવારના રોજ સવારે 7.30 વાગ્યાની આસપાસ ફરિયાદીએ જાણ થઇ કે, સવારે કોઈ ઘરની બહાર આવ્યું નથી, ત્યારે ઘટના સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘરના માલિકે તેની પત્ની, તેના 11 વર્ષના પુત્ર, તેની 7 વર્ષની પુત્રી અને તેની 9 વર્ષની ભત્રીજીને ઝેર આપ્યું હતું. તેમને ઝેર આપ્યા બાદ આ વ્યક્તિએ આત્મહત્યા કરીને કથિત રીતે મૃત્યુ પામ્યા હતા. જો કે કોઈ સુસાઈડ નોટ મળી નથી. તમામ મૃતદેહો એક રૂમમાંથી મળી આવ્યા હતા. આ સામુહિક આત્મહત્યાનું કારણે કૌટુંબિક ઝઘડા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, તેના પરિવારના સભ્યોને ઝેર આપ્યા બાદ આ વ્યક્તિએ તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફરિયાદીએ આ કેસમાં બહારના વ્યક્તિની શંકા ઉભી કરી નથી. પોલીસે જણાવ્યું કે, મૃતદેહોને પલવલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
