For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરાસિટામોલનો ઉપયોગ કરતા હોય તો થઈ જાવ સાવચેત, બની શકે છે ઘાતકઃ શોધ

પેરાસિટામોલનો ઉપયોગ તમારી જિંદગી માટે ખતરનાક બની શકે છે. વાંચો આ અભ્યાસ શું કહે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પેરાસિટામોલનો દૈનિક ઉપયોગ તમારી જિંદગી માટે ખતરનાક બની શકે છે. એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે. અભ્યાસમાં સામે આવ્યુ છે કે પેરાસિટામોલના રોજ ઉપયોગ બ્લડ પ્રેશર અને હ્રદયરોગનો હુમલો તેમજ સ્ટ્રોકનુ જોખમ વધારી શકે છે. શોધકર્તાઓએ ડૉક્ટરોને હ્રદયરોગના હુમલા અને સ્ટ્રોકના જોખમવાળા લોકોને પેરાસિટામોલ આપતા પહેલા સાવચેત રહેવા માટે કહ્યુ છે.

Paracetamol

અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના વિશેષજ્ઞોએ હાઈ બ્લડપ્રેશરના ઈતિહાસવાલા 110 રોગીઓ પર આ અભ્યાસ કર્યો. આ રોગીઓને બે સપ્તાહ સુધી દિવસમાં ચાર વાર પેરાસિટામમોલ આપવામાં આવી. ચાર દિવસની અંદર આ રોગીઓમાં બ્લડ પ્રેશર ઘણુ વધી ગયુ જેના કારણે હ્રદય રોગનો હુમલો થવાની સંભાવના 20 ટકા વધી ગઈ હતી.

બ્રિટનમાં ભારે માત્રામાં થઈ રહ્યો છે પેરાસિટામોલનો ઉપયોગ

બ્રિટનમાં લગભગ 10માંતી એક વ્યક્તિને જૂના દર્દ માટે ડેઈલી રુટિનમાં પેરાસિટામોલ આપવામાં આવે છે. જ્યારે ત્યાં ત્રણ વયસ્કોમાંથી એક વયસ્ક હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. એડિનબર્ગ વિશ્વવિદ્યાલયમાં ચિકિત્સકીય અને નૈદાનિક ઔષધ વિજ્ઞાનના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ વેબે કહ્યુ, 'અમે પેરાસિટામોલને એક સરક્ષિત વિકલ્પ સમજી રહ્યા હતા. અમે રોગીઓ પર ઈબુપ્રોફેન જેવી દવાઓના ઉપયોગને બંધ કરવાની કોશિશ કરી રહ્યા હતા જે બ્લડ પ્રેશરને વધારવા માટે જાણીતી છે. હ્રદયરોગના હુમલા કે સ્ટ્રોકના જોખમવાળા રોગીઓને પેરાસિટામોલનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.' તેમણે કહ્યુ કે અમે ડૉક્ટરોને આગ્રહ કરીશુ કે તેઓ પેરાસિટામોલનો એટલો જ ડોઝ આપે જેટલો દર્દ ઠીક કરવા માટે જરૂરી છે. પહેલા તેને ઓછી માત્રામાં આપે અને પછી તબક્કાવાર રીતે તેનો ડોઝ વધારે.

English summary
Paracetamol use can increase blood pressure, also the possibility of heart attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X