For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 મહિનાની બાળકીને કારમાં બંધ કરીને બજારમાં જતા રહ્યા માતાપિતા

ઉત્તરપ્રદેશના નોઈડામાં માતાપિતાની બેદરકારીના કારણે 8 મહિનાની બાળકીનો જીવ જતા રહી ગયો.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના નોઈડામાં માતાપિતાની બેદરકારીના કારણે 8 મહિનાની બાળકીનો જીવ જતા રહી ગયો. માતા પિતા બાળકીને કારમાં બંધ કરીને પોત પોતાનું કામ કરવા જતા રહ્યા. કારના બારી દરવાજા બંધ હોવાના કારણે થોડી વાર પછી બાળકીનો દમ ઘૂંટાવા લાગ્યો અન તે રડવા લાગી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને ત્યાં લોકોની ભીડ જમા થવા લાગી. આ મામલો રવિવારનો છે.

આ પણ વાંચોઃ ખૂની મહિલા સાથે મેડ બનીને રહી ભારતની પ્રથમ મહિલા જાસૂસ, જાણો કેસની કહાનીઆ પણ વાંચોઃ ખૂની મહિલા સાથે મેડ બનીને રહી ભારતની પ્રથમ મહિલા જાસૂસ, જાણો કેસની કહાની

બાળકીને બંધ કરીને બજાર જતા રહ્યા માતાપિતા

બાળકીને બંધ કરીને બજાર જતા રહ્યા માતાપિતા

નોએડા સેક્ટર 110માં એક માતાપિતા બાળકીને કારમાં બંધ કરીને પોતાનું કામ કરવા નીકળી ગયા. રવિવારે એક દંપત્તિ પોતાની 8 મહિનાની બાળકી સાથે માર્કેટમાં ખરીદી કરવા આવ્યા. મા કડવા ચોથ માટે મહેંદી લગાવવા જતી રહી. પિતા પણ કોઈ કામથી નીકળી ગયા. તેમણે બાળકીને ડ્રાઈવરની બાજુવાળી સીટ પર એક ચાવીની રિંગ આપીને બેસાડી દીધી.

ન મળ્યા માતાપિતા તો ભીડે પોલિસને બોલાવી

ન મળ્યા માતાપિતા તો ભીડે પોલિસને બોલાવી

ગાડીના બારી દરવાજા બંધ હોવાના કારણે અડધા કલાકમાં જ બાળકીનો દમ ઘૂટવા લાગ્યો. શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે બાળકી રડવા લાગી અને કાચ પર હાથ મારવા લાગી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને ત્યાંના લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ પહેલા બાળકીના માતાપિતાને શોધવાની કોશિશ કરી પરંતુ જ્યારે ન મળ્યા ત્યારે તેમણે થોડી દૂર ઉભેલા પોલિસને આની જાણકારી આપી.

કાચ તોડીને બાળકીને બહાર કાઢવામાં આવી

કાચ તોડીને બાળકીને બહાર કાઢવામાં આવી

સબ ઈન્સ્પેક્ટર એન પી સિંહ તરત જ બાળકીને બહાર કાઢવા માટે પહોંચી ગયા. તેમણે મોબાઈલ ફોનની ટોર્ચ ઓન કરી બાળકીને ભરોસો અપાવ્યો અને પછી ગાડીની પાછલી સીટના દરવાજાનો કાચ તોડ્યો. ત્યારબાદ બાળકીને બહાર કાઢી લીધી. પોલિસ અનુસાર જ્યારે બાળકીને બહાર કાઢવામાં આવી ત્યારે તે બેભાન થવાની સ્થિતિમાં હતી. ત્યારબાદ જ્યારે માતાપિતા ત્યાં પહોંચ્યા ત્યારે પોલિસ અને લોકોએ આ બેદરકારી માટે ઘણા સમજાવ્યા. ગાડી બંધ હોવાના કારણે ઘણા બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ CBI લાંચ કાંડઃ રાકેશ અસ્થાના સામે એ કે બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા પુરાવાઆ પણ વાંચોઃ CBI લાંચ કાંડઃ રાકેશ અસ્થાના સામે એ કે બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા પુરાવા

English summary
Parents Locked Eight Months Old Daughter In Car And Went To Market, Police Came To The Rescue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X