Pics: પરેશ રાવલ અમદાવાદમાં, કેજરીવાલ વારાણસીમાં..
અમદાવાદ, 25 માર્ચ: દેશમાં ધીરે ધીરે ચૂંટણી મહોત્સવ પોતાનું વૈભવી સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ પોતાના મત વિસ્તારમાં રેલીઓ અને ભાષણો કરીને પોતાના મતદારોને લુભાવવાની કામગીરીમાં લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે પછી આપ દરેક પાર્ટીના નેતાઓ પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલ વારાણસી ખાતે પોતાની રેલીનું આયોજન કર્યું હતું, અત્રે નોંધનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અત્રેથી લોકસભા ચૂંટણી લડવાના છે.
આ ઉપરાંત ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા પરેશ રાવલનું નામ જાહેર કર્યું હતું. પરેશ રાવલે પોતાની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. પરેશ રાવલને અમદાવાદની પ્રજાએ કેટલો પ્રતિસાદ આપ્યો જુઓ તસવીરોમાં...
આ સિવાય આખા દિવસ દરમિયાન દેશભરમાં રાજકીય ક્ષેત્રે કંઇકંઇ ઘટનાઓ ચર્ચામાં રહી જુઓ સ્લાઇડરમાં...

અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે વારાણસીના રાજઘાટ ખાતે ગંગામાં ડૂબકી લગાવી હતી, અને બાદમાં પોતાની રેલી કરી હતી.

અરવિંદ કેજરીવાલ
જોકે રેલી દરમિયાન કેજરીવાલે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કોઇએ તેમની પર ઇંડા ફેંક્યા તો કોઇએ શાહીથી તેમને અને પાર્ટીના કાર્યકરોને રંગી નાખ્યા હતા.

અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વારાણાસીમાં રેલી કરી હતી. જોકે વારાણાસીમાં ભાજપ સમર્થકોના ભારે વિરોધની વચ્ચે કેજરીવાલે પોતાની રેલીનું આયોજન કર્યું હતું. કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ બંને પર પ્રહાર કર્યા હતા.

પરેશ રાવલ
ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા પરેશ રાવલનું નામ જાહેર કર્યું હતું. પરેશ રાવલે પોતાની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. પરેશ રાવલને અમદાવાદની પ્રજા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

પરેશ રાવલ
ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા પરેશ રાવલનું નામ જાહેર કર્યું હતું. પરેશ રાવલે પોતાની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. પરેશ રાવલને અમદાવાદની પ્રજા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

પરેશ રાવલ
ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા પરેશ રાવલનું નામ જાહેર કર્યું હતું. પરેશ રાવલે પોતાની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. પરેશ રાવલને અમદાવાદની પ્રજા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

ગુલ પનાગ
આમ આદમી પાર્ટીની નેતા અને અભિનેત્રી ગુલ પનાગે આજે ચંદીગઢમાં બાઇક પર પોતાની રેલી કાઢી હતી.

માયાવતી
બહુજન સમાજવાદી પાર્ટીની નેતા માયાવતીએ આજે હિસારમાં પોતાની રેલીનું આયોજન કર્યું હતું, પોતાની રેલીમાં માયાવતીએ નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા હતા માયાવતીએ મોદી પર ગુજરાતના 2002ના રમખાણને લઇને પ્રહાર કર્યા હતા.

ભાજપે લોંચ કર્યું ચૂંટણી એન્થમ
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સિતારમને પાર્ટીનું ચૂંટણી એન્થમ લોંચ કર્યું.

ગુલામ નબી આઝાદ
કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલામ નબી આઝાદે કાઠુઆમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

નગમા
કોંગ્રેસની ઉમેદવાર અને અભિનેત્રી નગમાએ મેરઠ ખાતે પ્રચાર કર્યો હતો.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી પણ આજકાલ પાર્ટીના પ્રચારમાં લાગી ગયા છે, તેઓ ત્રીપુરાના સિપાઇઝાલા ખાતે પાર્ટીના કાર્યકરોને મળ્યા હતા, દરમિયાન તેમણે લાગડા પ્રોટોકોલને તોડીને સમર્થકોને મળવા ચાલ્યા ગયા હતા.

દિગ્વિજય સિંહ
ભોપાલ ખાતે પાર્ટીના કાર્યકરો સાથે દિગ્વિજય સિંહ. અહીં તેમણે પાર્ટીના 46 વર્ષીય કાર્યકર છોટે સલીમને ઊંચકી લીધા હતા.












Click it and Unblock the Notifications
