પેરિસ હુમલો: ISIS કરી રહ્યું છે ભારતીય મુસલમાનોની ભરતી

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISમાં લગભગ 23 ભારતીયો છે. આ તો માત્ર કાગળ પરની સંખ્યા છે, પરંતુ વાસ્તવમાં આ સંખ્યા વધુ હોઇ શકે છે. આ બધાં જ લોકો ખાનગી એજન્સીઓના રડારમાં છે. ત્યારે પેરિસ હુમલા બાદ આ રડારને વધુ સક્રીય કરી દેવામાં આવ્યું છે. કારણ કે દેશ પર મોટો ભય તોળાઇ રહ્યો છે.

Terrorism

ઇન્ટેલીજન્સ બ્યુરોના એક અધિકારીએ વનઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે લગભગ 23થી વધુ ભારતીયો ISISનો હિસ્સો છે. બધા જ હુમલાખોરોની જેમ કાર્યરત નથી પણ કોઇ નર્સ છે, તો કોઇ આતંકીઓ માટે જમવાનું બનાવી રહ્યાં છે, કોઇ હથિયારની સાચવણી કરી રહ્યાં છે, તો કોઇ હથિયાર સપ્લાઇ કરી રહ્યાં છે. કામ કોઇ પણ હોય પણ સરવાળે આ બધાની વિચારસરણી ISISની વિચારસરણી સાથે મેળ ખાય છે. મોટી ખબર તો એ છેકે ISIS પોતાની સાથે ભારતીય મુસલમાનોને જોડવાની ફિરાકમાં છે.

ભારતને સૌથી મોટો ખતરો કોનાથી
આ કામની જવાબદારી અસાર-અલ-તૉહિદ સંગઠન પર છે. આ સંગઠન ઇન્ડિયન મુઝાહુદ્દીનમાંથી બનાવવામાં આવ્યું છે. આ સંગઠન ISISની રીક્રુટમેન્ટ એજન્સીના રૂપમાં કાર્ય કરે છે.

આ સંગઠનનો મુખિયા ભટકલ સુલ્તાન છે અને સેકન્ડ હેડ શફી અરમાર છે. આ બંને ISISના સુપ્રિમ કમાંડર અબુ બકર અલ-બગદાદીના ખુબ જ નજીકના માણસો છે. જો કે હાલમાં જ ખબર હતી કે સુલતાનનું મોત થયુ છે, પરંતુ હજી સુધી તેની પુષ્ટી નથી થઇ. પણ હા, તથ્ય એ છેકે આ સમયે સંગઠનની કમાન શફી સંભાળી રહ્યો છે.

આતંકી સંગઠન અંસાર-અલ-તૉહિદની પહોંચ ભારતમાં ખુબ જ તગડી છે. આ સંગઠન ભારતીય મુસલમાનોને પોતાની સાથે જોડવાનું કામ કરી રહ્યું છે. ખાસ કરીને તે ભારતીય મુસલમાનો કે જેઓ ભારતમાં અથવા તો મીડલ ઇસ્ટમાં રહે છે, તેમને નોકરીની લાલચ, પ્રેમ જાળમાં ફસાવવા જેવા હથકડ્ડા અપનાવીને ભારતીય મુસલમાનોને આતંકી બનાવવાનું કામ કરે છે. આ સંગઠનની ખાસ પહોંચ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ અને તેલંગાણામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X