Parliament: ત્રણ વર્ષમાં 397 સિંહોના મોત, સરકારે આપ્યા કારણો
Parliament: સંસદમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ શુક્રવારના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2019 થી 2021ના ત્રણ વર્ષના ગાળામાં ગુજરાતમાં બચ્ચા સહિત કુલ 397 સિંહોના મોત થયા છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના મંત્રીએ સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. રાજ્યના અહેવાલ મુજબ, ગુજરાતમાં 2019-2021 સુધીમાં 0-1 વર્ષના 182 બચ્ચા સહિત 397 સિંહોના મૃત્યુ થયા છે.

| વર્ષ | સિંહ | બાળસિંહ |
| 2019 | 66 | 60 |
| 2020 | 76 | 76 |
| 2021 | 46 | 46 |
રાજ્યના અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોના કુલ મૃત્યુમાંથી 3.82 ટકા બચ્ચા સહિત 10.53 ટકા સિંહો અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે. વન્યજીવ આવાસના સંકલિત વિકાસની ચાલી રહેલી કેન્દ્રીય પ્રાયોજિત યોજના હેઠળ (CSS-IDWH) એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે, સિંહ અને અન્ય વન્યજીવોના સંરક્ષણ, નિવાસસ્થાન વ્યવસ્થાપન, સંરક્ષણ, પર્યાવરણીય વિકાસ, માનવ સંસાધન અને માળખાકીય વિકાસ, સ્વૈચ્છિક ગામ પુનઃસ્થાપન અંગે જાગૃતિ વધારવા માટે, મંજૂર વાર્ષિક યોજના મુજબ ગુજરાત રાજ્યને રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવેલ કામગીરી માટે ભંડોળ સહાય આપવામાં આવે છે.
રાજ્ય દ્વારા અહેવાલ મુજબ, ગુજરાત વન વિભાગ દ્વારા ગીર સંરક્ષિત વિસ્તાર અને ગીરના રિઝર્વ અને અનરિઝર્વ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા શિકાર આધાર અંદાજની વિગતો નીચેના કોષ્ટકમાં છે.
| વર્ષ | અંદાજિત શાકાહારિઓની સંખ્યા |
| 2018 | 149365 |
| 2019 | 168109 |
| 2020 | કોઈ શિકાર આધાર અંદાજિત કરવામાં આવ્યો નથી |
| 2021 | કોઈ શિકાર આધાર અંદાજિત કરવામાં આવ્યો નથી |
| 2022 | 220406 |
ગુજરાતથી મધ્યપ્રદેશમાં સિંહોના સ્થાનાંતરણનો મામલો ન્યાયાધીન છે [સુપ્રીમ કોર્ટમાં 2022ની અવમાનના અરજી (સિવિલ) 568].












Click it and Unblock the Notifications
