For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Monsoon Session: અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેના બીજેપી સાથે

મોન્સૂન સેશનમાં પહેલા જ દિવસે વિપક્ષ ઘ્વારા મોદી સરકાર વિરુદ્ધ સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. જેને સ્પીકર સુમિત્રા મહાજન ઘ્વારા સ્વીકાર કરીને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મોન્સૂન સેશનમાં પહેલા જ દિવસે વિપક્ષ ઘ્વારા મોદી સરકાર વિરુદ્ધ સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. જેને સ્પીકર સુમિત્રા મહાજન ઘ્વારા સ્વીકાર કરીને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો. ત્યારપછી લોકસભા માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે તેની સાથે સાથે સરકારના પક્ષ અને વિપક્ષમાં વોટિંગ કરાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ બુધવારે મોન્સૂન સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ સત્રમાં દેશહિતના નિર્ણયો પર ચર્ચા કરવી જરૂરી છે.

monsoon session

મોન્સૂન સત્રનો બીજો દિવસ, જાણો દરેક પણની અપડેટ...

Newest First Oldest First
2:48 PM, 19 Jul

વિશ્વાસ પ્રસ્તાવ અંગે બીજેપી અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરવામાં આવી.
2:04 PM, 19 Jul

રાજનાથ સિંહના નિવેદન પર શશી થરૂરની પ્રતિક્રિયા, તેમનું નિવેદન સંતોષજનક ના હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર એકબીજા પર દોષ ના આપી શકે.
1:14 PM, 19 Jul

રાજનાથ સિંહના મોબ લિંચિંગ નિવેદનના વિરોધમાં કોંગ્રેસનું લોકસભામાંથી વોકઆઉટ, વિપક્ષે હંગામો કર્યો.
1:13 PM, 19 Jul

ફેક ન્યુઝ અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોશ્યિલ મીડિયા પર ફેલાતી ફેક ન્યુઝને કારણે હિંસા થાય છે, દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે
1:12 PM, 19 Jul

ચંદ્રાબાબુ નાયડુએ ટીડીપીના બધા જ સાંસદોને પત્ર લખીને બીજેપી સરકાર વિરુદ્ધ વોટ આપવાની વાત કહી.
1:11 PM, 19 Jul

શત્રુઘન સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ બીજેપીને વોટ આપશે, અવિશ્વાસ પ્રસ્તાવ પર તેઓ કોંગ્રેસનો સાથ નહીં આપે.
1:01 PM, 19 Jul

લોકતંત્રમાં વિપક્ષનો અવાઝ પહેલા સંભળાવવો જોઈએ પછી ભલે તેમાં માત્ર એક વ્યક્તિ પણ શામિલ હોય. વોટિંગ અંગે જે પણ નિર્દેશ ઉદ્ધવ ઠાકરે ઘ્વારા આપવામાં આવશે તેનો અમે અમલ કરીશુ: સંજય રાઉત
12:59 PM, 19 Jul

બીજેપીને બહુમત માટે 268 વોટ જોઈએ છે. મોદી સરકારને અવિશ્વાસ મત પાર કરવા માટે સહયોગીઓની પણ જરૂર નથી. તેમની પાસે 274 વોટ છે.

English summary
parliament monsoon session nda bjp congress no confidence motion live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X