For Quick Alerts
For Daily Alerts

હવે મહિલાઓની છેડતી કરી તો આવી બની સમજો, સંસદમાં ખરડો પાસ
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: ઓફિસથી લઇને મજદૂરી અને ખેતરોમાં કામ કરનારી મહિલાઓ પણ હવે સુરક્ષિત રહી શકશે. મહિલાઓના કાર્યસ્થળે શારિરીક સહિત વિવિધ પ્રકારના શોષણથી રક્ષણ આપવા અને તેમને તણાવમુક્ત વાતાવરણ પૂરુ પાડવા માટે એક વિધેયકને સંસદની મળી ગઇ છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી કૃષ્ણા તીરથે રાજ્યસભામાં આ વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ બિલનો ઉદ્દેશ્ય સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં કામ કરનારી મહિલાઓને કાર્યસ્થળ પર સુરક્ષિત માહોલ પ્રદાન કરવાનો છે. તેમણે જણાવ્યું કે કૃષિ તથા ઘરઘથ્થું કાર્યમાં લાગેલી મહિલાઓને પણ આ વિધેયક હેઠળ સમાવવામાં આવી છે.
મંત્રીના જવાબ બાદ સદને મહિલાઓને કાર્યસ્થળ પર શારિરીક ઉત્પીડન વિધેયક 2012ને ધ્વનિમતથી પસાર કરી દીધો. નોંધનીય છે કે લોકસભામાં આ બિલ પહેલેથી જ પસાર થઇ ચૂક્યું છે.
આ પહેલા તીરથે જણાવ્યું કે 1997ના વિશાખા અને રાજસ્થાન સરકાર મામલે ઉચ્ચતમ ન્યાયાલયના દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખી આ વિધેયક લાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે વિધેયકમાં સ્થાયી સમિતિના સૂચનોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે તેમજ રાજ્યોની સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે.
Comments
parliament pass protection women workplace bill krishna tirath ઓફિસ મહિલા સુરક્ષિત શારિરીક શોષણ વિધેયક સંસદ
English summary
Parliament Passes Protection of Women at Workplace Bill.
Story first published: Wednesday, February 27, 2013, 11:24 [IST]