Parliament : સંસદમાં વિપક્ષના હંગામા વચ્ચે કાર્યવાહી સ્થગતિ
Parliament : લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો જોવા મળ્યો છે. વિપક્ષે હંગામો મચાવ્યા બાદ કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાઈ છે.
સંસદની લોકસભા અને રાજ્યસભા બંનેનું વર્તમાન સત્ર 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું હતું. આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે.

શુક્રવારે લોકસભા સત્રના નિર્ધારિત સમાપન પહેલા સ્પીકરે આ જાહેરાત કરી છે. વિપક્ષે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં હંગામો મચાવ્યો છે.
જયા બચ્ચનના મામલાને લઈને રાજ્યસભામાં હંગામો થયો હતો, તો લોકસભામાં વક્ફ બોર્ડ બિલને લઈને હોબાળો જોવા મળ્યો. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
