Parliament Session: લોકસભામાં આજે વડાપ્રધાન મોદીનું ભાષણ, વિપક્ષના આરોપોનો આપશે જવાબ

Parliament Session: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતનો જવાબ આપશે. વડાપ્રધાન મોદી લોકસભામાં આ ચર્ચાનો વિગતવાર જવાબ આપશે.

જે રીતે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા, માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી આ તમામ આરોપોનો એક પછી એક જવાબ આપશે.

રાહુલ ગાંધીએ જે રીતે હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરી તે બાદ ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર અધવચ્ચેથી ઉભા થઈને ટિપ્પણી કરવી પડી હતી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ.

અત્રે નોંધનીય બાબત છે કે, રાષ્ટ્રપતિના સંબોધન પર લોકસભામાં બે દિવસ સુધી ચર્ચા થઈ હતી. આ પછી આજે વડાપ્રધાન મોદી સાંજે 4 વાગ્યે લોકસભામાં આ ચર્ચાનો જવાબ આપશે. જે રીતે રાહુલ ગાંધીએ સંસદમાં પોતાનું નિવેદન આપ્યું તેની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.

Parliament Session

આવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદીના ભાષણની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર 16 કલાકની ચર્ચા બાદ વડાપ્રધાન મોદી તેનો જવાબ આપશે.

આ ચર્ચા સોમવારની સવારે શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે, આ ચર્ચા આજે સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આના પર જવાબ આપશે, આ દરમિયાન ભારે હોબાળો થવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમાં વિપક્ષ વતી રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરવાની જવાબદારી લીધી હતી. તેમણે હિન્દુ ધર્મથી લઈને

અગ્નિવીર યોજના, NEET પરીક્ષા વગેરે તમામ મુદ્દાઓ પર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, અમે અગ્નિવીરને શહીદ કહીએ છીએ, પરંતુ આ સરકાર તેમની મદદ પણ કરતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X