Parliament Special Session: ભાજપના સાંસદોને જાહેર કરાયુ વ્હિપ, સરકારના સમર્થનમાં હાજર રહેવાનો આદેશ
Parliament Special Session: કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગૃહનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા આ વિશેષ સત્રનો એજન્ડા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યો નથી.
વિપક્ષ સતત અલગ-અલગ દાવાઓ સાથે પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન ભાજપે તેના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કર્યો છે. ભાજપે પક્ષના તમામ સાંસદોને એક લાઈનનો વ્હીપ જાહેર કર્યો છે, જેમાં તેમને 18થી 22 સપ્ટેમ્બર સુધી અત્યંત મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજની ચર્ચા કરવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા માટે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.

સંસદના વિશેષ સત્રના સંદર્ભમાં, શાસક ભાજપે ગુરુવારે તેના લોકસભા સાંસદોને ગૃહમાં હાજર રહેવાના આદેશો જાહેર કર્યા. વ્હીપ જણાવે છે કે તેમણે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યોની ચર્ચા કરવા અને પસાર કરવા માટે ગૃહમાં હાજર રહેવું જોઈએ. જાહેર કરાયેલા વ્હીપમાં તમામ સાંસદોને ફરજીયાતપણે ગૃહમાં રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા માટે કહેવામાં આવ્યું છે.
અહીં ખાસ સત્રના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. ચર્ચા છે કે આ વિશેષ સત્રમાં સરકાર પોસ્ટ ઑફિસ બિલ અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે સંશોધન બિલ રજૂ કરશે. કુલ 4 બિલ રજૂ કરવામાં આવશે, જેમાં ચૂંટણી પંચ બિલ સૌથી મહત્ત્વનું છે.
BJP issues a line whip to all party MPs of Lok Sabha to be present in the house from 18th to 22nd September to discuss very important legislative business and support the government's stand. pic.twitter.com/lgtB98KrWb
— ANI (@ANI) September 14, 2023












Click it and Unblock the Notifications
