દુબઈથી લખનવ જઈ રહેલી ફ્લાઈટમાં એક યાત્રી ન્યૂડ ફરવા લાગ્યો
દુબઈથી લખનવ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઈટમાં એક વિચિત્ર ઘટના સામે આવી, તેને જોઈને બધા જ યાત્રીઓ હેરાન થઇ ગયા.
દુબઈથી લખનવ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઈટમાં એક વિચિત્ર ઘટના સામે આવી, તેને જોઈને બધા જ યાત્રીઓ હેરાન થઇ ગયા. ખરેખર યાત્રા દરમિયાન એક પુરુષ યાત્રી બિલકુલ ન્યૂડ થઈને ફ્લાઈટમાં ફરવા લાગ્યો. ફ્લાઈટ સ્ટાફ પણ યાત્રીને આ હાલતમાં જોઈને હેરાન થઇ ગયા, તેમને જલ્દી જલ્દી યાત્રીને ધાબળાથી ઢાંક્યો.
આ ઘટના પછી ફલાઈટ સદસ્યોએ ફલાઈટ ઉડાન દરમિયાન તેને સીટ પર જ બેસાડી રાખ્યો. આ ઘટના ફ્લાઈટ આઇએક્સ-194 માં સામે આવી જેમાં 150 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા યાત્રીએ બધા જ કપડાં કેમ કાઢી નાખ્યા તેના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી શકી. લખનવમાં લેન્ડિંગ કર્યા પછી તે વ્યક્તિને સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવ્યો. એર ઇન્ડિયા પ્રવક્તા ઘ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે ફ્લાઈટ લેન્ડ કર્યા પછી તે વ્યક્તિને એરપોર્ટ પર એરલાઇન સુરક્ષાને સોંપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ખેડૂતોનો નવો પ્રયોગ, શરાબી બટાકા તૈયાર કરી રહ્યા છે
હાલમાં આ મામલે જાંચ ચાલી રહી છે યાત્રીએ આવું કેમ કર્યું તેના વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી મળી શકી. મળતી જાણકારી અનુસાર આ ફ્લાઈટ બપોરે 12 વાગીને 5 મિનિટે લખનવ એરપોર્ટ પર લેન્ડ થઇ. ત્યારપછી ફ્લાઈટ સ્ટાફે યાત્રીને સુરક્ષા અધિકારીઓને સોંપી દીધો. સુરક્ષા અધિકારી તે વ્યક્તિની પૂછપરછ કરી રહ્યા છે.
આ પણ વાંચો: વીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા