For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા

ઓફિસમાં ટાર્ગેટ પૂરો નહીં થવા પર સેલરી કાપવાની ખબર તો તમે સાંભળી હશે પરંતુ ચીની કંપનીએ પોતાના સ્ટાફને જે સજા આપી છે તેને સાંભળીને તમારા રુંવાટા ઉભા થઇ જશે.

|
Google Oneindia Gujarati News

ઓફિસમાં ટાર્ગેટ પૂરો નહીં થવા પર સેલરી કાપવાની ખબર તો તમે સાંભળી હશે પરંતુ ચીની કંપનીએ પોતાના સ્ટાફને જે સજા આપી છે તેને સાંભળીને તમારા રુંવાટા ઉભા થઇ જશે. આખા ઓફિસમાં બધાની સામે કર્મચારીઓની બેલ્ટ ઘ્વારા પીટાઈ કરવાની સાથે સાથે તેમની સાથે અમાનવીય વર્તાવ પણ કરવામાં આવ્યો. આ કર્મચારીઓની ભૂલ માત્ર એટલી જ હતી કે તેઓ પોતાના કામમાં મોડા પડ્યા અને યોગ્ય સમયે પોતાનો ટાર્ગેટ પૂરો નહીં કરી શક્યા.

આ પણ વાંચો: અહીં પોલીસનો યુનિફોર્મ પહેરતા પહેલા થાય છે મહિલાઓનો વર્જિનિટી ટેસ્ટ

ટાર્ગેટ પૂરો નહીં થવા પર સજા મળી

ટાર્ગેટ પૂરો નહીં થવા પર સજા મળી

ચીનની Guizhou કંપનીમાં કર્મચારીઓને બધાની વચ્ચે ખુબ જ ખરાબ સજા આપવામાં આવી છે. કંપનીએ પોતાના સ્ટાફને બધાની વચ્ચે પેશાબ પીવા અને વંદા ખાવા માટે મજબુર કર્યા. જે સ્ટાફ પોતાનો ટાર્ગેટ પૂરો નહીં કરી શક્યા તેમને આ સજા આપવામાં આવી હતી. કંપની આ પહેલા પણ ઘણીવાર પોતાના સ્ટાફને આ પ્રકારની સજા આપી ચુક્યા છે.

બેલ્ટ ઘ્વારા પીટાઈ

બેલ્ટ ઘ્વારા પીટાઈ

મીડિયા સૂત્રો અનુસાર કર્મચારીઓની ભૂલ માત્ર એટલી જ હોય છે કે તેઓ યોગ્ય સમયે ટાર્ગેટ પૂરો નહીં કરી શક્યા. આવા કર્મચારીઓની બેલ્ટ ઘ્વારા પીટાઈ કરવામાં આવી. તેમને પેશાબ પીવા અને વંદા ખાવા માટે મજબુર કરવામાં આવ્યા. તેમની સેલરી પણ રોકી લેવામાં આવી. તેમને દંડ ફટકારવામાં આવ્યો. કર્મચારીઓ સાથે થઇ રહેલા વર્તાવનો કોઈએ વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર નાખી દીધો. આ વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશ્યિલ મીડિયા પર લોકો કંપનીની આલોચના કરી રહ્યા છે.

યોગ્ય ડ્રેસઅપ નહીં થવા પર દંડ

યોગ્ય ડ્રેસઅપ નહીં થવા પર દંડ

ચાઈનાની સાઈટ સ્ટેટ મીડિયા અનુસાર કંપની પોતાના કર્મચારીઓ પર દંડ લગાવવાના રસ્તા શોધે છે. જે સ્ટાફ પ્રોપર ડ્રેસઅપમાં નથી આવતા અથવા તો નોર્મલ કપડાં પહેરવાનું ભૂલી જાય છે તેમના પર 50 યાન એટલે કે લગભગ 522 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ વાત તેમના ઘ્વારા જણાવવામાં આવી છે જેઓ કંપનીના આ વ્યવહારથી પરેશાન થઈને નોકરી છોડી ચુક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કંપનીના ત્રણ મેનેજરોને સ્ટાફ સાથે આવું વર્તન કરવા બદલ 5 થી 10 દિવસની જેલ પણ થઇ ચુકી છે. તેમ છતાં કંપનીના વ્યવહારમાં કોઈ પણ બદલાવ નથી આવ્યો. તમે પણ જુઓ તેનો વીડિયો...

English summary
Employees in a home improvement firm in Zunyi, Guizhou province in China were discovered being abused
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X