પાદરીએ મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર

શ્રીનગર પોલીસને આપેલા નિવેદનમાં પીડિત છોકરીએ જણાવ્યું હતું કે ચર્ચના પાદરી વિજૂ મોલે તેને પોતાના ઘરે બોલાવી અને પછી શરબતમાં બેહોશીની દવા ભેળવીને તેને પીવડાવી દિધી હતી. બેભાન અવસ્થામાં પાદરીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેના આપત્તિજનક ફોટા પણ ખેંચ્યા હતા. ત્યારબાદ પાદરી યુવતીની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો હતો. જ્યારે તે ગર્ભવતી બની ગઇ તો તેને પાદરી પર લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું.
છોકરી ગર્ભવતી હોવાનું સાંભળીને પાદરીએ લગ્ન કરવાની મનાઇ કરી દિધી અને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દિધો. તે ધમકી આપતો રહ્યો હતો કે જો તેને ગર્ભપાત ન કરાવ્યો તો તે તેના ફોટા ઇન્ટરનેટ પર મૂકી દેજે. છોકરીની ફરિયાદના આધાર પર શ્રીનગર પોલીસે 32 વર્ષના પાદરી વિજૂ મોલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે પાદરી ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.












Click it and Unblock the Notifications
