For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 દવાઓ પર બેન અંગે પતંજલિએ આપ્યો જવાબ, ગણાવ્યું ડ્રગ્સ માફિયાનું ષડયંત્ર

ઉત્તરાખંડ સરકારે ભ્રામક જાહેરાતને કારણે તેમની 5 દવાઓ પર પ્રતિબંધ અંગે છપાયેલા સમાચારો અંગે દિવ્ય ફાર્મસી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, છાપામાં 5 દવા પર પ્રતિબંધ અંગે સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

યોગ ગુરૂ બાબા રામદેવ એક વાર ફરીથી એન્ટી આયુર્વેદ ડ્રગ માફિયા પર ભડક્યા હતા. બાબા રામદેવના પતંજલિ ગૃપની દવા કંપની દિવ્ય ફાર્માસીએ આરોપ લગાવ્યો છે કે, એન્ટી આયુર્વેદ ડ્રગ માફિયા તેમની સામે ષડયંત્ર કરી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે ભ્રામક જાહેરાતને કારણે તેમની 5 દવાઓ પર પ્રતિબંધ અંગે છપાયેલા સમાચારો અંગે દિવ્ય ફાર્મસી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, છાપામાં 5 દવા પર પ્રતિબંધ અંગે સમાચાર આવ્યા છે. આ સમગ્ર ષડયંત્ર પાછળ આર્વેદિક દવાનો વિરોધ કરતા લોકો છે.

અમારી પ્રોડક્ટ્સ તમામ સંશોધનમાંથી પસાર થાય છે

અમારી પ્રોડક્ટ્સ તમામ સંશોધનમાંથી પસાર થાય છે

દિવ્યા ફાર્મસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, પતંજલિ જે પણ ઉત્પાદનો અથવા દવાઓ બનાવે છે, તે આયુર્વેદની પરંપરા અનુસારતમામ સંશોધનમાંથી પસાર થાય છે. તેઓ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને તમામ વૈધાનિક પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરેછે.

આ સિવાય તમામ ઉત્પાદનો અને દવાઓના નિર્માણમાં 500 થી વધુ વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવે છે. જે પત્ર એક ષડયંત્ર હેઠળલખવામાં આવ્યો છે અને 9 નવેમ્બરના રોજ તમામ મીડિયા સંસ્થાઓને મોકલવામાં આવ્યો છે, તેની નકલ હજૂ સુધી પતંજલિ સંસ્થાને કોઈપણ સ્વરૂપે મળી નથી.

આ 5 દવાઓ પર પ્રતિબંધનો દાવો

આ 5 દવાઓ પર પ્રતિબંધનો દાવો

દિવ્ય ફાર્મસી કંપનીએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અમે માંગણી કરીએ છીએ કે અથવા તો વિભાગ પોતાની ભૂલ સુધારીને આ ષડયંત્રમાં શામેલ લોકો સામે યોગ્ય પગલા લે અથવા સંસ્થા તરીકે પતંજલિને થયેલું નુકસાન વળતર માટે કંપની પોતે જ કરશે.

જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો. નોંધપાત્ર રીતે ગુરુવારના રોજ કેટલાક અખબારોએ અહેવાલ આપ્યો હતો કે, ઉત્તરાખંડ સત્તાવાળાએ રામદેવની પતંજલિ આયુર્વેદને પાંચ દવાઓનું ઉત્પાદન બંધ કરવા જણાવ્યું છે કે, જેમાં બ્લડ પ્રેશર, સુગર, ગોઇટર, ગ્લુકોમા અને હાઇ કોલેસ્ટ્રોલનો ઉપચાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

પતંજલિ પર ભ્રામક જાહેરાતો આપવાનો આરોપ

પતંજલિ પર ભ્રામક જાહેરાતો આપવાનો આરોપ

ધ ટેલિગ્રાફના સમાચાર અનુસાર દેહરાદૂન સ્થિત આયુર્વેદ અને યુનાની લાયસન્સિંગ ઓથોરિટીએ દિવ્યા ફાર્મસીને મધુગ્રિટ, ઇગ્રિટ,થાઇરોગ્રિટ, બીપીગ્રિટ અને લિપિડોમ દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આવા સમયે, ધ હિંદુએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, આ આદેશ ઓથોરિટીના લાયસન્સિંગ અધિકારી ડૉ. જીસીએસ જંગપાંગીએ જાહેર કર્યો છે અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો આપવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.

English summary
Patanjali replied on ban on 5 drugs, called drug mafia conspiracy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X