Patna Opposition Meet : બિહાર કોંગ્રેસ પાર્ટીના ડીએનએમાં સેટલ છે - રાહુલ ગાંધી
Patna Opposition Meet : બિહારના પટનામાં વિપક્ષી પાર્ટીઓની ચાલી રહેલી બેઠકમાં સંબોધન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ વાતાવરણ બીજુ કોઈ નહીં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે.
આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં નફરતની વિચારધારા સામે લડવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી સહિત તમામ વિરોધ પક્ષો આ વિચારધારા સાથે લડી રહ્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો આપણે બધા સાથે મળીને ચૂંટણી લડીએ, તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવી શકાય છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ રાજ્યના ખૂણે ખૂણે પ્રચાર કર્યો, પરંતુ ત્યાં શું થયું તે બધા જાણે છે.
આ સાથે રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન વધુમાં કહ્યું હતું કે, એ જ રીતે કોંગ્રેસ આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જીતવા જઈ રહી છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન જ્યારે તેઓ દેશના તમામ રાજ્યોમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓ દરેક જગ્યાએ બિહારના નાગરિકોને મળી રહ્યા હતા. બિહાર અને બિહારના લોકોએ તેમની મુલાકાતને ખૂબ પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત રાહુલે કહ્યું હતું કે, બિહાર કોંગ્રેસ પાર્ટીના ડીએનએમાં સેટલ છે.












Click it and Unblock the Notifications
