Patna Opposition Meet : વિપક્ષી દળોની બેઠકમાં દેશના વાસ્તવિક મુદ્દે ચર્ચા - શરદ પવાર
Patna Opposition Meet : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં હિંસામાં સળગી રહેલા મણિપુરમાં સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ વિરોધી મોરચાની રચનાની રૂપરેખા તૈયાર કરવા માટે વિરોધ પક્ષોના ટોચના નેતાઓ શુક્રવારના રોજ બિહારના પાટનગરમાં બેઠક કરવામાં આવી હતી. આ બેઠકનું આયોજન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (JDU) અને તેમના નાયબ તેજસ્વી યાદવ (RJD) કરવામાં આવ્યું છે.

પવાર ઉપરાંત, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખરગે અને પક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (TMC), દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (AAP), તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન (DMK), સમાજવાદી પાર્ટી સુપ્રીમો અખિલેશ યાદવ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (શિવસેના-યુબીટી) વિપક્ષની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી.
પટના જતા પહેલા પૂણેમાં પત્રકારો સાથે વાત કરતા પવારે જણાવ્યું હતું કે, અમે મણિપુરની સ્થિતિ સહિત દેશ સામનો કરી રહેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો રસ્તા પર આવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જે તેવી ઘટનાઓ બની રહી છે, ખાસ કરીને બિન-ભાજપ શાસિત રાજ્યોમાં.
તેમણે જણાવ્યું હતું કે, આની પાછળ કોણ છે, તે સ્પષ્ટ છે અને તે દેશ માટે સારું નથી. મીટિંગનું ફોક્સ આ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને ભવિષ્ય માટે યોજના ઘડવાનું છે. અન્ય રાજ્યોના નેતાઓ તેમની ચિંતાઓ રજૂ કરી શકે છે.












Click it and Unblock the Notifications
