આ 'સિંઘમ'ને ભારે પડી તેમની 'દંબગાઈ', જાણો કેમ!
પટણા, 4 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશ પોલીસના ક્રાઇમ બ્રાંચના એક ઇંસ્પેક્ટરને કોલર પકડીને લઇ જવું અને તેની ધરપકડ કરવી પટણાના સિટી એસપી શિવદીપ લાંડેને મોંઘુ પડતું દેખાઇ રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓએ ઇંસ્પેક્ટરને છોડી દેવાનો આદેશ આપ્યો છે, જ્યારે પટણાના સીનિયર એસપીએ સિટી એસપી પાસે જવાબ મંગાવ્યો છે. પોતાના ખાસ દબંગ સ્ટાઇલ માટે લાંડેને પટણાના સિંઘમ પણ કહેવામાં આવે છે.
પટણાના સિટી એસપી શિવદીપ લાંડેએ આજે સવારે ઉત્તર પ્રદેશ પોલીસના ઇંસ્પેક્ટર સર્વેશ ચંદ્ર સિંહની ધરપકડ કરી હતી. ઇંસ્પેક્ટર પર એક મોબાઇલ સિમ વિક્રેતા પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ માંગવાનો આરોપ હતો. પરંતુ આ ઇંસ્પેક્ટરની ધરપકડ બાદ તેની પાસેથી કોઇ રૂપિયા નથી મળ્યા. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીએ ઇંસ્પેક્ટર સર્વેશ ચંદ્ર સિંહને છોડી દેવાના આદેશ આપ્યા.

આ ઘટના છે પટણાના ડાકબંગલા વિસ્તારની, જ્યાં આવેલી સ્ટેશનરી ચલાવતા બે ભાઇઓએ ફરિયાદ કરી હતી કે તેમની દુકાનમાંથી 2012માં સિમ કાર્ડ વેચવામાં આવ્યું હતું. આ સિમનો ઉપયોગ મુરાદાબાદમાં ગુનેગારોએ કર્યો હતો. 2012થી મુરાદાબાદ પોલીસની ટીમ તપાસ માટે પટણા આવતી રહે છે. 2013માં પંકજ અને દીપકને ક્લીન ચિટ મળી ગઇ હતી પરંતુ આરોપ છે કે મુરાદાબાદ પોલીસના ઇંસ્પેક્ટર સર્વેશ ચંદ્રએ કેસની પતાવટ માટે બંને ભાઇઓ પાસે લાંચની માંગણી કરી હતી.
વીડિયોમાં જુઓ..












Click it and Unblock the Notifications
