ખુરશી બચાવવા બંસલે આપી બકરાની બલી!
નવી દિલ્હી, 10 મેઃ રેલવે લાંચ કાન્ડમાં ફસાઇ ગયેલા રેલવે મંત્રી પવન બંસલ હવે બચવા માટે ટોટકાનો સહારો લઇ રહ્યાં છે. શુક્રવારે પવન બંસલના ઘરની બહાર એક બકરો જોવા મળ્યો હતો, એટલું જ નહીં પરંતુ બંસલની પત્નીએ બકરાની પૂજા પણ કરી હતી અને બંસલની નજર પણ ઉતારી હતી.
માનવામાં આવી રહ્યું છે કે, બકરાની બલી આપીને પવન બંસલ પોતાના પર આવેલી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માગે છે. બંસલનો હાથ તેમની પાર્ટીએ જ છોડી દીધો છે. તેવામાં તેમમે ટોટકાનો સહારો લેવો પડી રહ્યો છે, પરંતુ શું બકરાની પૂજાથી બચી શકશે બંસલની ખુરશી, તે એક રસપ્રદ વાત હશે.
બીજી તરફ ભાજપે બકરા કાન્ડ પર કહ્યું છે કે ભૂલ કોંગ્રેસ કરે અને સજા બકરો ભોગવે. ભાજપ નેતા શહનવાઝ હુસૈને કહ્યું કે, ભૂલ કરે કોંગ્રેસ અને જાન જાય બકરાની? ગમે તેટલા ટોટકા કરી લે પરંતુ રેલમંત્રી બચવાના નથી. આ અન્ય કોઇનો આરોપ નથી, પરંતુ સરકારની પોતાની સીબીઆઇનો આરોપ છે, અશ્વિની અને બંસલ કેટલા પણ ટોટકા કરે પરંતુ બચવાના નથી.












Click it and Unblock the Notifications
