શેરના માથે સવા શેર: મોદીના મોંઘા ડીનરે બગાડ્યો કેજરીવાલનો સ્વાદ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 માર્ચ: તમને યાદ હશે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટી માટે ફંડ એકઠું કરવાના હેતુથી ડિનરનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં તેમની સાથે ડિનર કરનારોને 20,000 રૂપિયા ચૂકવવાના હતા. એ જ પ્રકારે હવે ભાજપે પણ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ફાયદો છોડ્યો નથી.

અરવિંદ કેજરીવાલના ફંડ કમાઉ ડિનરનો ફોર્મ્યૂલા ભાજપને રાસ આવી ગયો છે. પાર્ટીએ પણ લોકોને નરેન્દ્ર મોદીની સાથે ડિનર કરવાની તક આપી છે, પરંતુ તેના માટે તમારે તમારા ખિસ્સામાંથી 20-25 હજાર નહી પરંતુ પુર 25 લાખ ચૂકવવા પડશે.

26 માર્ચના રોજ દિલ્હીની અશોકા હોટલમાં ડિનરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની સાથે ડિનરનો ભાવ હજારોમાં નહી લાખોમાં છો. ડિનરના આ ફોર્મ્યૂલાથી એક જ રાતમાં પાર્ટીના ફંડમાં કરોડો એકઠા થવાની આશા છે. આ ડિનર માટે દેશના મોટા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ્સને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ડિનર દરમિયાન નરેન્દ્ર મોદી સાથે ત્રણ કલાક વિતાવવા માટે ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા આપવા પડશે.

narendra-modi-latest

દિલ્હીની ફાઇવ સ્ટાર અશોકા હોટલની નરેન્દ્ર મોદીના સાથે ટેબલ પર વધુ 30 લોકોને બેસવાની જગ્યા હશે. દરેક વ્યક્તિને 25 લાખ રૂપિયા આપવાના રહેશે. તો બીજી તરફ પાછળની હરોળમાં રાઉન્ડ ટેબલ પર બેસવા માટે 1 લાખ રૂપિયા અને આગળની હરોળમાં રાઉન્ડ ટેબલ પર બેસવા માટે 2.5 લાખ રૂપિયા આપવાના રહેશે. આટલું જ નહી આ ઇવેન્ટ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટેનિયમ સ્પોન્સરશિપ પણ ઉપલબ્ધ છે, જેમાં સિલ્વર માટે 60 લાખ, ગોલ્ડ માટે 1.2 કરોડ અને પ્લેટેનિયમ સ્પોન્સરશિપ માટે 2.4 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ ડિનર દ્વારા એકઠા થયેલા પૈસા મોદી ફોર વોટ ફંડમાં આપવામાં આવશે.

Did You Know: ભારત ઉપરાંત અમેરિકામાં પણ આ પ્રકારના ડિનરનું આયોજન કરવામાં આવે છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ડિનરની કિંમત 35થી 40 હજાર ડોલર છે.

English summary
Bjp's Prime Ministerial candidate Narendra Modi will be attending a fund raiser dinner in the Asoka Hotel of Delhi on March 26. You can grab this very moment if you have enough cash to spend on a dinner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X