બુરહાન વાનીના ભાઇને વળતર આપશે મહેબૂબા મુફ્તી સરકાર
બુહરાન વાનીના ભાઇને ભાજપ અને પીઠીપીવાળી ગઠબંધન સરકાર આપશે વળતર. જાણો કેમ?
સુરક્ષા બળો સાથે થયેલી હિંસક અથડામણમાં 8 જુલાઇના રોજ મૃત્યુ પામેલા હિઝબુલ મુઝાહિદ્દિનના કમાન્ડર બુરહાન વાનીના ભાઇને જમ્મુ કાશ્મીરની પીડીપી- ભાજપ સરકાર વળતર તરીકે 4 લાખ રૂપિયા આપશે. એટલું જ નહીં તેના પરિવારના એક સદસ્યને સરકારી નોકરી પણ મળશે.

નોંધનીય છે કે પોલિસ રેકોર્ડમાં ખાલિદની સામે કોઇ એફઆઇઆર દાખલ નહતી થઇ. પણ ગુપ્તચર એજન્સીઓના કહેવા મુજબ તે આતંકી ગતિવિધિઓમાં હાથ ધરાવતો હતો. નોંધનીય છે કે 2013માં સુરક્ષાબળો સાથેની અથડામણમાં ખાલિદની મોત થઇ હતી. ત્યારે સરકારે વળતર માટે જે 106 પરિવારોના નામ જાહેર કર્યા છે તેમાં ખાલિદના પરિવારનું નામ પણ છે.
જો કે આ મામલે ભાજપ અને પીડીપી તરફથી હજી સુધી કોઇ પ્રતિક્રિયા નથી આવી, પણ સરકારના આ નિર્ણયની હાલ આલોચના થઇ રહી છે. તો બીજી તરફ બુરહાન વાનીના પિતા આ અંગે પૂછતા તેમણે જણાવ્યું છે કે તેમને આવી કોઇ માંગણી સરકારથી નથી કરી અને તેમને આ નિર્ણય અંગે કોઇ જાણકારી નથી. ત્યારે નોંધનીય છે કે બુરહાન વાનીની મોત પછી કાશ્મીરમાં મોટા પ્રમાણમાં હિંસા થઇ હતી. જેમાં અનેક લોકોની મોત થઇ હતી.












Click it and Unblock the Notifications
