For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતના નશામાં ભાન ભૂલ્યા ધારાસભ્યો, કોઇએ ઉઠાવી ગન તો કોઇએ AK-47

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: જીતની ઊજવણી તો બને છે અને એ જીત જો ચૂંટણીની હોય તો તેની ઉજવણી પણ જોરદાર જ રહેવાની. પરંતુ આ જોશમાંને જોશમાં તેમને એ યાદ જ નથી રહેતું કે ચૂંટણી બેલેટથી જીતવામાં આવી છે, બૂલેટથી નહી. કાશ્મીર અને ઝારખંડથી એવી જ બે ઘટનાઓ આપને ચોંકાવી દેશે.

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પીડીપીના ઉમેદવાર અશરફ મીર ખુલે આમ એકે-47થી ફાયરિંગ કરી તેમની જીતની ઉજવણી કરી રહ્યા હતા, જે તેમણે મુખ્યમંત્રી રહેલા ઉમર અબ્દુલ્લા પર હાસલ કરી હતી. પીડીપીના આ ધારાસભ્યએ ઉજવણીના નશામાં એકે-47 ઊઠાવીને હવામાં ફાયરિંગ તો કરી લીધું પરંતુ તેના પડઘા દેશની રાજનીતિમાં ચોક્કસ પડવાના હતા, અને તે પડ્યા.

omar abdullah
પૂર્વ મુખ્યમંત્રીએ ઉઠાવ્યા સવાલો
ઉમર અબ્દુલ્લાએ પહેલા આ ઘટના પર મજાકિયા ટોનમાં ટ્વિટ કર્યું બાદમાં તેની પર ગંભીર સવાલો પણ ઊઠાવ્યા 'પીડીપીના ઉમેદવારે મારી સામે જીતની ઊજવણી એકે-47થી ફાયરિંગ કરને કરી. એતો ભગવાનની મહેરબાની છે કે હું બીરવાહાથી પણ નથી હાર્યો નહીંતર ખબર નથી તે શું ફાયર કરતા. હવે શું જમ્મુ-કાશ્મીર પોલીસ તે ધારાસભ્યની વિરુદ્ધ કેસ નોંધશે અથવા તો તેઓ ડરી ગયા હશે કે તેઓ મંત્રી બની જશે તો.'

ઝારખંડમાં પણ ભાન ભૂલ્યા નેતાઓ
બીજી બાજું ઝારખંડ ચૂંટણીના પરિણામ સામે આવ્યા તો અત્રે પણ બંદૂકોના જોરે ઊજવણી સામે આવી. ગઢવાના ભવનાથપુર વિધાનસભા બેઠકથી ભાજપ ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીના વિજય જુલૂસમાં શક્તિ પ્રદર્શન પણ જોરદાર થયું. સમર્થકોએ એક પછી એક ઘણું ફાયરિંગ કર્યું.

રાઇફલથી ફાયરિંગમાં રાઇફલથી ફાયરિંગ
કંઇક આવો નજારો ઝારખંડના પલામૂમાં પણ જોવા મળ્યો જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિદેશ સિંહે જીપ પર વિજય જુલૂસ નિકાળ્યું અને આખા રસ્તામાં તેમના સમર્થકો રાઇફલથી ફાયરિંગ કરતા રહ્યા. બેલટ અને બુલેટનો આમતો કોઇ મુકાબલો નથી પરંતુ કાશ્મીર અને ઝારખંડના કેટલાંક ધારાસભ્યોએ જીતની ઊજવણીની જે રીત પસંદ કરી તે તેમની ભવિષ્યની રાજનીતિ પર અનેકો સવાલ ઊઠાવે છે.

English summary
PDP MLA Ashraf Mir fires AK47 to celebrate his win over Omar Abdullah in J&K assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X