For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોકીદાર ચોર જ નહીં પરંતુ, ખૂની અને બળાત્કારી પણ: પીડીપી MLA

મેહબૂબા મુફ્તીનું નેતૃત્વ ધરાવતી જમ્મુ કાશ્મીરની રાજનૈતિક પાર્ટી પીડીપી એમએલએ ફિરદોષ ટાંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશનો ચોકીદાર ચોર જ નહીં પરંતુ ફ્રોડ અને બળાત્કારી પણ છે.

|
Google Oneindia Gujarati News

મેહબૂબા મુફ્તીનું નેતૃત્વ ધરાવતી જમ્મુ કાશ્મીરની રાજનૈતિક પાર્ટી પીડીપી એમએલએ ફિરદોષ ટાંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશનો ચોકીદાર ચોર જ નહીં પરંતુ ફ્રોડ અને બળાત્કારી પણ છે. પીડીપી નેતાએ રવિવારે કહ્યું હતું કે, ચોકીદાર ચોર છે કારણકે ઘણા લોકો દેશને લૂંટીને ચાલ્યા ગયા. ચોકીદાર ફ્રોડ પણ છે અહીં હું રાફેલની વાત કરી રહ્યો છું. ચોકીદાર ખૂની છે અહીં હું અખલાકની વાત કરી રહ્યો છું અને ચોકીદાર રેપિસ્ટ પણ છે અહીં હું આસીફાની વાત કરી રહ્યો છું. આપને જણાવી દઈએ કે ભાજપ અને પીડીપી સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં સરકાર ચલાવી ચુકી છે પરંતુ અંતે બંનેના સંબધો બગડી ગયા. ભાજપનું સમર્થન પાછુ ખેંચી લીધા પછી અહીં રાષ્ટ્રપતિ શાશન છે.

lok sabha elections 2019

પીડીપી એમએલએ ફિરદોષ ટાંક ઘ્વારા પીએમ મોદીને નિશાનો બનાવતા આ વાતો કહેવામાં આવી. પીએમ મોદીએ વર્ષ 2014 પ્રચાર દરમિયાન પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. થોડા સમય પહેલા વિપક્ષે પીએમ મોદી પર રાફેલ મામલે ઘોટાળાનો આરોપ લગાવ્યો હતો અને "ચોકીદાર ચોર હૈ" નારો આપ્યો હતો. કોંગ્રેસની અધ્યક્ષતા ધરાવતી બેઠકોમાં ચોકીદાર ચોર હૈ નારા લાગતા રહે છે. હાલમાં જ કોંગ્રેસના આ અભિયાનનો જવાબ આપતા ભાજપે "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન શરુ કર્યું છે. આ કેમ્પેઇન હેઠળ પીએમ મોદી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને અમિત શાહ સહીત મોટા ભાગના નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ એડ કર્યો છે.

17 માર્ચે પીએમ મોદી સહીત ઘણા મોટા ભાજપા નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ "ચોકીદાર" શબ્દ જોડ્યો હતો. ચોકીદાર શબ્દ પોતાના નામની આગળ જોડતા એક દિવસ પહેલા પીએમ મોદીએ ટવિટ કર્યું હતું કે, તમારો ચોકીદાર રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઈઓથી લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે મહેનત કરનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, "મેં ભી ચોકીદાર".

આ પણ વાંચો: રાહુલ ગાંધીની ઘોષણા, કોંગ્રેસ દરેક ગરીબ પરિવારને વર્ષે 72000 રૂપિયા આપશે

English summary
PDP mlc Firdous Tak in Jammu kashmir Chowkidar chor hai fraud or kaatil hai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X