રાહુલ ગાંધીની ઘોષણા, કોંગ્રેસ દરેક ગરીબ પરિવારને વર્ષે 72000 રૂપિયા આપશે

કોંગ્રેસ દરેક ગરીબ પરિવારને વર્ષે 72000 રૂપિયા આપશેઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ન્યૂનતમ આવક ગેરન્ટી યોજનાને લઈ મોટી ઘોષણા કરી છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ એલાન કર્યું કે કોંગ્રેસ સત્તામાં આવે છે તો દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા વાર્ષિક આપશે. આ પૈસા સીધા પરિવારના ખાતામાં ચાલ્યા જશે. તેમણે જણાવ્યું કે દરેક પરિવારની આવક ઓછામાં ઓછી 12 હજાર રૂપિયા પ્રતિ મહિના સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે દરેક પરિવારની આવક ઓછામાં ઓછી 12 હજાર રૂપિયા પ્રતિ માસ સુનિશ્ચિત કરવામાં આવશે. કોઈપણ પરિવારની આવક 12 હજારથી ઓછી થાય છે તો સરકાર બાકીના રૂપિયા આપી 12 હજાર રૂપિયા પ્રતિ માસની આવક સુનિશ્ચિત કરશે. એટલે કે જો તમે 7 હજાર રૂપિયા મહિને કમાતા હશો તો આ સ્કીમ અંતર્ગત તમને દર મહિને 5 હજાર રૂપિયા મળશે.

rahul gandhi

રાહુલ ગાંધીએ જણાવ્યું કે ન્યૂનતમ ગેરેન્ટી યોજના અંતર્ગત 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને સીધો જ લાભ થશે. રાહુલ ગાંધએ કહ્યું કે લોકો મને પૂછે છે કે મિનિમમ આવકની લાઈન શું હશે તો હું જણાવી દઉં કે લાઈન જે હોય તે 12000 રૂપિયા પ્રતિ માસ હશે. પ્રેસ કોન્ફ્રેન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશની ગરીબીને ખતમ કરવા માંગે છે અને આના માટે તેઓ આ સ્કીમ લઈને આવ્યા છે.

આ પણ વાંચો- મુલાયમ-અખિલેશની આવક કરતા વધારે સંપત્તિ મામલે CBI ને નોટિસ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X