For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા અને વિધાનસભાની સીટો માટે પેટા ચૂંટણી સંપન્ન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

elaction-evm
નવી દિલ્હી, 3 જૂન: ચાર રાજ્યોમાં લોકસભાની ચાર સીટો અને વિધાનસભાની પાંચ સીટો માટે પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે. આ પેટાચૂંટણીના પરિણામો પાંચ જૂનના રોજ જાહેર થશે. વર્ષ 2014માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી પેટાચૂંટણીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પશ્વિમ બંગાળની હાવડા લોકસભા સીટ પર સર્વાધિક 66 ટકા મતદારોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બિહારની મહારાજજંગ લોકસભા સીટ પર 45 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં બે લોકસભા સીટો પોરબંદર અને બનાસકાંઠાની સાથે ચાર વિધાનસભાની સીટો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. પોરબંદરમાં 30 ટકા અને બનાસકાંઠામાં 36 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું છે.

ભાજપ શાસિત ગુજરાતમાં આ પેટાચૂંટણી કોંગ્રેસ માટે એક અગ્નિપરિક્ષા સમાન માનવામાં આવે છે જેને ગત ચૂંટણીમાં છ સીટો જીતી છે. બનાસકાંઠા લોકસભા સીટ કોંગ્રેસના સાંસદ મુકેશ ગઢવીના નિધન બાદ સીટ ખાલી પડી હતી. પોરબંદર સીટ વિઠ્ઠલ રાદડિયાના રાજીનામા બાદ ખાલી થઇ હતી. વિઠ્ઠલ રાદડીયા ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા. લોકસભાની પેટાચૂંટની માટે ભાજપે તેમને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યાં હતા.

પશ્વિમ બંગાળમાં હાવડા લોકસભા સીટ માટે પેટાચૂંટણી યોજાઇ હતી. આ સીટ તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અંબિકા બેનર્જીના નિધન બાદ ખાલી પડી હતી. હજારો રોકાણકારોને દગો આપનાર શારદા ચિટફંડ ગોટાડાને ઉજાગર થયા બાદ યોજાયેલી પેટાચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ રાજ્યમાં પંચાયત ચૂંટણી પહેલાં યોજાઇ રહી છે.

આ સીટ પર 13 ઉમેદવાર પોતાનું નસીબ અજમાઇ રહ્યાં છે પરંતુ મહત્વપૂર્ણ મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને માકપા વચ્ચે છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન પ્રસૂન બેનર્જીને, કોંગ્રેસ અધિવક્તા સનાતન મુખર્જીને અને માકપાએ પાર્ટીના પૂર્વ જિલ્લા સચિવ સુદીપ ભટ્ટાચાર્યને ટિકિટ આપી છે.

ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહના આદેશ પર હાવડામાં પેટાચૂંટણી લડી નથી. બિહારમાં મહારાજાજંગ લોકસભા સીટ પર મહત્વપૂર્ણ મુકાબલો છે. આ સીટ પર સત્તારૂઢ જદયૂના ઉમેદવાર કુમાર શાહી, રાજદના પ્રભુનાથ સિંહ અને કોંગ્રેસના જીતેન્દ્ર સ્વામી પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. પ્રશાંત શાહી રાજ્યના શિક્ષા મંત્રી પણ છે. મહારાજગંજ લોકસભા સીટ રાજદ સાંસદ ઉમા શંકર સિંહનું નિધન થતાં આ સીટ ખાલી થઇ હતી.

ગુજરાતમાં ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફના પેટાચૂંટણી યોજાઇ હતી. આ સીટો પર સરેરાશ 38 ટકા મતદાન થયું છે. ઉત્તર પ્રદેશમાં હંડિયા વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મહેશ નારાયણ સિંહના નિધન બાદ આ સીટ ખાલી થઇ હતી જ્યાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. રાજ્યમાં સપાની સરકાર છે. પાર્ટીએ સહાનૂભૂતિથી મતો મેળવવા માટે આ સીટ પર નારાયણ સિંહના પુત્ર પ્રશાંતને ટિકિટ આપી છે. આ સીટ પર બસપાના પંકજ ત્રિપાઠીને ટિકિટ આપી છે જે માયાવતી સરકારના મંત્રીમંડળમાં મંત્રી રહી ચૂકેલા રાકેશ ઘર ત્રિપાઠીના ભત્રીજા છે.

વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ નારાયણ સિંહના રાકેશ ઘર ત્રિપાઠીને 45 હજાર મતોના અંતરથી હરાવ્યા હતા. હંડિયા વિધાનસભાની સીટ પર ભાજપના વિદ્યાકાંતને અને કોંગ્રેસના અમૃતલાલ બિંદને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આ સીટ પર લગભગ 50 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

English summary
By-elections for four Lok Sabha and five Assembly seats in four states went off peacefully on Sunday, results of which to be announced on June 5 will be keenly watched in the run up to the 2014 general elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X