Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેગાસસ જાસૂસીઃ CJI એનવી રમને કહ્યુ - તપાસ માટે બનશે એક્સપર્ટ કમિટી, જલ્દી આવી શકે છે આદેશ

ભારતમાં કથિત રીતે નેતાઓ, પત્રકારો સહિત ઘણા લોકોના ફોનથી અંગત માહિતી ચોરી કરનાર માલવેર પેગાસસને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે એક મહત્વની સુનાવણી થઈ.

નવી દિલ્લીઃ ભારતમાં કથિત રીતે નેતાઓ, પત્રકારો સહિત ઘણા લોકોના ફોનથી અંગત માહિતી ચોરી કરનાર માલવેર પેગાસસને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે એક મહત્વની સુનાવણી થઈ. ચીફ જસ્ટીસ(સીજેઆઈ) એનવી રમનાએ પેગાસસ જાસૂસી કેસની તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ એક એક્સપર્ટ કમિટીની રચવા કરવાની વાત કહી છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે કમિટીની તપાસ પ્રક્રિયા અને કેસ પર આવતા સપ્તાહે વિસ્તૃત આદેશ જાહેર કરવામાં આવી શકે છે.

SC

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પાઈવેર પેગાસસને લઈને દુનિયાફરમાં હોબાળો મચેલો છે. ઘણા વિદેશી મીડિયાએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ભારત સહિત ઘણા જાણીતા લોકોના ફોનને તેમની જાણ બહાર આ સ્પાઈવેર દ્વારા હેક કરવામાં આવ્યા છે. પેગાસસ આ બધાની જાસૂસી કરવામાં આવી રહી છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સંસદમાં પણ વિપક્ષે ઘણો હોબાળો કર્યો હતો અને કેન્દ્ર સરકારને કેસની તપાસ કરાવવાની માંગ કરી હતી.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમને ગુરુવારે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ ભારતીય નાગરિકો પર વધતા નિરીક્ષણ માટે ઈઝરાયેલી સ્પાઈવેર પેગાસસના કથિત ઉપયોગની તપાસ માટે એક વિશેષજ્ઞ સમિતિની રચના કરશે. તમને જણાવી દઈએ કે સીજેઆઈ એ બેંચનુ નેતૃત્વ કરી રહ્યા છે જે પેગાસસ કેસમાં તપાસની માંગવાળી દાખલ ઘણા અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ન્યાયમૂર્તિ રમને એક કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ સીયુ સિંહને સમિતિને રચનાની માહિતી આપી. સીજેઆઈએ કહ્યુ, 'અન્ય વકીલોને પણ જણાવો કે આપણે આવતા સપ્તાહે પોતાનો આદેશ પાસ કરીશુ.' તમને જણાવી દઈએ કે અદાલતે 13 સપ્ટેમ્બરે આ મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો કારણકે કેન્દ્ર સરકારે આ સાર્વજનિક કરવાનો ઈનકાર કરી દીધો હતો કે તેની એજન્સીઓએ ઈઝરાયેલના સૉફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહિ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X