Pegasus Spyware : આવતીકાલે SC જાહેર કરશે પેગાસસ સ્પાયવેરની સ્વતંત્ર તપાસ અંગે ચુકાદો

પેગાસસ સુપ્રીમ કોર્ટ કેસમાં કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની સ્વતંત્ર તપાસ અંગે સુપ્રીમ કોર્ટ બુધવારના રોજ તેનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટે આ મામલાની સ્વતંત્ર દેખરેખની માગ કરી હતી.

નવી દિલ્હી : પેગાસસ સુપ્રીમ કોર્ટ કેસમાં કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની સ્વતંત્ર તપાસ અંગે સુપ્રીમ કોર્ટ બુધવારના રોજ તેનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટે આ મામલાની સ્વતંત્ર દેખરેખની માગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગત મહિને જણાવ્યું હતું કે, તે પેગાસસ સ્પાયવેરના આરોપોની તપાસ માટે ટેકનિકલ નિષ્ણાતોની એક પેનલની રચના કરશે. કોર્ટે કહ્યું હતું કે, સમિતિની રચના અંગે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવી શકે છે. તાજેતરમાં ભારતમાં ઇઝરાયેલમાં બનેલા પેગાસસ સ્પાયવેરના ઉપયોગના આરોપો સામે આવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પાઈવેર પેગાસસને લઈને દુનિયાફરમાં હોબાળો મચેલો છે. ઘણા વિદેશી મીડિયાએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ભારત સહિત ઘણા જાણીતા લોકોના ફોનને તેમની જાણ બહાર આ સ્પાઈવેર દ્વારા હેક કરવામાં આવ્યા છે. પેગાસસ આ બધાની જાસૂસી કરવામાં આવી રહી છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સંસદમાં પણ વિપક્ષે ઘણો હોબાળો કર્યો હતો અને કેન્દ્ર સરકારને કેસની તપાસ કરાવવાની માંગ કરી હતી.

આ પહેલા SCએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો

આ પહેલા SCએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો

કેન્દ્રએ અગાઉ કોર્ટને ઇઝરાયલી ફર્મ NSO ગ્રૂપ દ્વારા વિકસાવવામાં આવેલા સ્પાયવેરનો ઉપયોગ કરીને કેટલાક અગ્રણી લોકોના ફોન હેક કરવાના આરોપોની તપાસમાટે એક પેનલ બનાવવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.

આ અગાઉ 13 સપ્ટેમ્બરના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણન્યાયાધીશોની બેચે કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માગ કરતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

જાસૂસી કેસ શું છે?

જાસૂસી કેસ શું છે?

આ મામલો આંતરરાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ બન્યો હતો. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલી એજન્સી NSOદ્વારા વિકસિત પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વભરના રાજકારણીઓ, પત્રકારો અને સામાજિક વ્યક્તિઓની જાસૂસી કરવા માટે કરવામાં આવતો હતો. આ યાદીમાંભારતના ઘણા નામો પણ શામેલ હતા.

કેન્દ્રએ આરોપોને નકારી કાઢ્યા હતા

કેન્દ્રએ આરોપોને નકારી કાઢ્યા હતા

કેન્દ્ર સરકારે અગાઉ ભારતીય નાગરિકો પર ગેરકાયદેસર દેખરેખના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે ઓગસ્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે,ચોક્કસ નિહિત હિત દ્વારા ફેલાવવામાં આવેલા કોઈપણ ખોટા વર્ણનને દૂર કરવા અને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવા માટે તે એક સમિતિની રચના કરવામાટે તૈયાર છે, જે આ મુદ્દાના તમામ પાસાઓમાં જશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે, સરકારે એ જણાવવું જોઈએ કે તેણેપેગાસસ સોફ્ટવેર ખરીદ્યું છે કે નહીં.

કેન્દ્રએ અગાઉ કહ્યું હતું કે, આ મુદ્દા પર જાહેરમાં ચર્ચા થઈ શકે નહીં, કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X