• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમે સર્વે કરવા જઈએ ત્યારે લોકો અમને પથ્થર મારે અને ગાળો આપે છે'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ અગ્રિમ મોર્ચે લડાઈ લડી રહેલ મેડિકલ સ્ટાફ અને પોલીસકર્મીએ લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કેટલીય જગ્યાએ ડૉક્ટર, સર્વે કરતી ટીમ સાથે મારપીટ અને હુમલાના અહેવાલ આવી ચૂક્યા છે. આવી જ ઘટનાઓ વિશે આશા કાર્યકર્તાઓએ દુખી બને જણાવી કે જ્યારે તેઓ સર્વે કરવા જાય છે તો લોકો તેમના પર પથ્થર ફેંકે છે અને ગાળો આપે છે.

ન્યૂજ એજન્સી ANI સાથે વાતચીતમાં આશા કાર્યકર્તા ઉષા ઠાકુરે જમાવ્યું 'જ્યારે અમે સર્વે કરવા જઈએ છીએ તો લોકો અમને પથ્થર મારે છે અને ગાળો આપે છે કે તમે અમારા ઘરે કેમ આવી રહ્યા છો. અમે એમને સમજાવીએ કે અમે તમારા હિત માટે કામ કરી રહ્યા છીએ. તમે માત્ર જાણકારી આપો એ સિવાય અમે તમારી પાસેથી કંઈ નથી માંગી રહ્યા.' ઉલ્લેખનીય છે કે દેશમાં અગાઉ પણ આવા કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે.

ઈન્દોરમાં હુમલો થયો

ઈન્દોરમાં હુમલો થયો

ઈન્દરોના વિનોબા નગરમાં એક બદમાશે પાડોસીઓ સાથે થયેલ વિવાદ બાદ શકના કારણે સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર હુમલો કરી દીધો. સવારે ત્રણ મહિલાકર્મીઓની ટીમ આ વિસ્તારમાં સર્વે કરવા માટે પહોંચી હતી. આરોપીને લાગ્યું કે મહિલાઓ તેનું રેકોર્ડિંગ કરી રહી છે, જે બાદ તેણે એક મહિલાકર્મીને ધક્કો દઈ તેને લાફા માર્યા. બાદમાં મોબાઈલ છીનવી તોડી નાખ્યો. જે બાદ પાડોસમાં રહેતા લોકો પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો પણ ગાયલ થઈ ગયા.

દરભંગામાં હુમલો થયો

દરભંગામાં હુમલો થયો

બિહારના દરભંગા જિલ્લાના ભાલપ્ટી ગામમાં કોવિડ-19ને લઈ સર્વે કરવા ગેયલ એએનએમ, આશા અને આંગણવાડી સેવિકા સાતે દુર્વ્યવહાર કરવા અને કાગળ ફાડી નાખ્યો હોવાનો એક મામલો સામે આવ્યો હતો. એટલું જ નહિ આરોપી યુવક એટલો આક્રોશિત હતો કે એક આશા કાર્યકર્તાના કપડાં પણ ફાડી નાખ્યા. જ્યારે સદર પ્રખંડના પ્રખંડ વિકાસ પદાધિકારી રવિ સિન્હા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો તેમની સાથે પણ દુર્વ્યવહાર કર્યો. તેઓ કેવીક રીતે ત્યાંથી એએનએમ, આશા કાર્યકર્તાઓને ત્યાંથી કાઢવામાં સફળ રહ્યા.

મેરઠમાં ડોક્ટર સાથે મારપીટ

મેરઠમાં ડોક્ટર સાથે મારપીટ

મેરઠમાં પણ એક ડૉક્ટર સાથે મારપીટ કરવામાં આવી. મેડિકલ કોલેજમાં કાર્યરત ડૉક્ટરને કોરોના વાયરસ સંક્રમણના ખતરાની આશંકાને પગલે મારવામાં આવ્યો. ડૉક્ટરના હાથમાં ગંભીર ઈજા પહોંચી.

મુરાદાબાદમાં આખી ટીમ પર હુમલો

મુરાદાબાદમાં આખી ટીમ પર હુમલો

કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીને હોસ્પિટલે લઈ જવા માટે પહોંચેલા ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કરી દીધો. મળેલી જાણકારી મુજબ આ હુમલામાં કેટલાય લોકો ઘાયલ થઈ ગયા હતા. એટલું જ નહિ, ડૉક્ટર, પેરા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુરક્ષા માટે તહેનાત પોલીસ ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટના મુરાદાબાદના નવાબપુરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં બની હતી.

અમેરીકી વૌજ્ઞાનિકોએ ટ્રંપની ગેમ ચેંજર દવાને નકારી, ડોક્ટરોને ઉપયોગ ન કરવાની આપી સલાહઅમેરીકી વૌજ્ઞાનિકોએ ટ્રંપની ગેમ ચેંજર દવાને નકારી, ડોક્ટરોને ઉપયોગ ન કરવાની આપી સલાહ

English summary
people abuse us when we go for survey says asha workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X