For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના ગુનેગારોને ફાંસી, તિહાર જેલ બહાર વહેલી સવારે લોકોએ જશ્ન મનાવ્યો

નિર્ભયાના ગુનેગારોને ફાંસી, તિહાર જેલ બહાર વહેલી સવારે લોકોએ જશ્ન મનાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્ષ 2012ના દિલ્હી ગેંગરેપ મામે ચાર દોષિતોને ફાંસી આપી દેવામાં આવી છે. નિર્ભયા ગેંગરેપ મામલાના ચારેય આરોપીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે તિહાર જેલમાં એક સાથે ફાંસીના ફંદે લટકાવવામાં આવ્યા છે. ચારેય દોષિ પવન, અભય, મુકેશ અને વિનયને તિહાર જેલમાં એક સાથે જ ફાંસી આપવામાં આવી છે. લાંબા સમયના ઈંતેજાર બાદ નિર્ભયા માટે જંગ લડી રહેલા લોકોને જીત મળી છે. 2012માં દિલ્હીના રસ્તા પર ચાલતી બસમાં થયેલી આ કંપાવી મૂકે તેવી ઘટનાથી દેશ જ નહિ બલકે દુનિયાભરના લોકોને ધક્કો પહોંચ્યો. આજે જ્યારે દોષીતોને ફાંસી પર લટકાવવામાં આવ્યા તો લોકોની ખુશીના ઠેકાણા નહોતા રહ્યાં.

નિર્ભયાને ઈંસાફ મળ્યો, જેલ બહાર જશ્ન

નિર્ભયાને ઈંસાફ મળ્યો, જેલ બહાર જશ્ન

ફાંસી બાદ જેલ બહાર રેહલા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. તિહાર જેલ બહાર ભારે સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. લોકોને જેવી જ સૂચના મળી કે જેલની અંદર ચારેય દોષિતોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા કે તેઓ ખુશીથી નાચવા લાગ્યા. લોકોએ એકબીજાને મિઠાઈઓ ખવડાવી અને જીતનું જશ્ન મનાવ્યું.

જેલની બહાર લોકોની ભારે ભીડ

જેલની બહાર લોકોની ભારે ભીડ

જેલ બહાર મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, યુવાને એકઠા થયા હતા. મહિલાના અધિકારો માટે લડતા સોશિયલ એક્ટિવિસ્ટ યોગિતા ભયાની પણ તિહાર જેલની બહાર હાજર હતા. ફાંસી બાદ લોકોએ તેમને મિઠાઈ ખવડાવી અને જીતની શુભેચ્છા પાઠવી. જ્યારે નિર્ભયાની માતાએ આને દેશની મહિલાઓની જીત ગણાવી.

નિર્ભયાના ગામમાં જશ્ન મનાવ્યું

નિર્ભયાના ગામમાં જશ્ન મનાવ્યું

નિર્ભયાના દોષિતોને ફાંસી અપાયા બાદ ઉત્તર પ્રદેશના બલિયામાં પણ લોકોએ જશ્ન મનાવ્યો. નિર્ભયાના ગામ બલિયાના લોકોને ફાંસી અપાઈ ગઈ હોવાના અહેવાલ મળતા જ ઢોલના તાલે નાચવા લાગ્યા. નિર્ભયાની માએ કહ્યું કે આજે તેમની દીકરીની આત્માને શાંતિ મળી છે.

લાંબી કાનૂની લડાઈ બાદ જીતની ખુશી

લાંબી કાનૂની લડાઈ બાદ જીતની ખુશી

નિર્ભયાની મા આશા દેવીએ સાત વર્ષ 3 મહિના અને ત્રણ દિવસ સુધી પોતાની દીકરીને ઈંસાફ અપાવવા માટે લડાઈ લડી. આજે દોષિતોને ફાંસી અપાયા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આજે તેમની દીકરીને ઈંસાફ મળ્યો છે. મીડિયા સાથે વાત કરતા આશા દેવીએ કહ્યું કે ચારેય દોષિતોને ફાંસી પર લટકાવાયા બાદ તેમણે પોતાની દીકરીની તસવીરને ગળે લગાવી અને કહ્યું કે આજે તેને ઈંસાફ મળ્યો. આશા દેવીએ કહ્યું કે મારી દીકરી તો ચાલી ગઈ અને ક્યારેય પાછી નહિ આવે, પરંતુ આ લડાઈ મેં તેના માટે શરૂ કરી જે આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આ દેશની મહિલાઓની જીત છે. દીકરીઓની જીત છે. આશા દેવીએ એલાન કર્યું કે 20 માર્ચને તેઓ નિર્ભયા દિવસના રૂપમાં મનાવશે.

જાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળીજાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળી

English summary
people celebrate outside tihar jail after 4 convict hanged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X