For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલાં કરાવ્યાં હતાં લગ્ન, હવે વરસાદ રોકવા દેડકાના તલાક કરાવ્યા

પહેલાં કરાવ્યાં હતાં લગ્ન, હવે વરસાદ રોકવા દેડકાના તલાક કરાવ્યા

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ આ દુનિયામાં અપરંપાર અંધવિશ્વાસ અને અનેક ચમત્કારિક રહસ્યો છૂપાયેલાં છે, જેને જાણીને કોઈપણ ચકિત થઈ શકે તેવા તથ્યો ક્યારેક ક્યારેક સામે આવતાં રહે છે. હવે મધ્ય પ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેને ચમત્કાર કહીશું કે અંધવિશ્વાસ તે તો સમય જ બતાવશે પણ વરસાદ કરાવવા માટે અહીં દેડકાંઓના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. હવે ધોધમાર વરસાદથી પરેશાન થઈ ભોપાલમાં આ લોકોએ દેડકાઓના તલાક અપાવવાનું આયોજન કરી નાખ્યું.

દેડકા-દેડકીના તલાક કરાવ્યા

દેડકા-દેડકીના તલાક કરાવ્યા

આ લોકોનું માનવું હતું કે દેડકા-દેડકીના લગ્નથી વરુણ દેવતા ખુશ થાય છે અને પ્રદેશમાં સારો વરસાદ થશે. જે બાદ મધ્ય પ્રદેશમાં ખરેખર વરસાદ થયો પણ આ વરસાદ એવો ભયાનક હતો કે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે વરસાદને કારણે અહીંનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું, કેટલાય મોટા હાઈવે બંધકરી દેવામાં આવ્યા છે. હવે પ્રદેશમાં પૂર જેવા હાલાત બની ગયા છે. જ્યારે હવામાન વિભાગ મુજબ હજુ વરસાદથી રાહત મળવાના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા.

વરસાદ માટે પહેલાં લગ્ન કરાવ્યાં હતાં

વરસાદ માટે પહેલાં લગ્ન કરાવ્યાં હતાં

એવામાં લોકોએ ભોપાલમાં દેડકા-દેડકીને વિધિ વિધાન સાથે અલગ કરાવ્યા, જે બાદ આ લોકોને ઉમ્મીદ છે કે સતત વરસી રહેલ વરસાદ અટકી જશે. આયોજનકર્તાઓએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં સારા વરસાદ માટે 19 જુલાઈએ વિવાહ કરાવ્યા હતા, જેથી સારો વરસાદ થાય. પરંતુ હવે પ્રદેશમાં પૂર જેવા હાલાત બન્યા છે, માટે ઈન્દ્ર દેવને મનાવતાં દેડકા-દેડકીના તલાક કરાવ્યા.

લોકો વરસાદથી પરેશાન

લોકો વરસાદથી પરેશાન

એમપીમાં સતત થઈ રહેલ વરસાદને કારણે વિવિધ જગ્યાએ જળભરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. પ્રદેશના કેટલાય શહેરોમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી નજીકના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. નીચાણવાળી વસ્તીઓમાં પાણી ભરાવાના અહેવાલ આવી રહ્યા છે. પ્રદેશમાં વરસાદને કારણે એવા હાલાત બન્યા છે કે વરસાદે સામાન્યથી વધુના બધા જ રેકોર્ડ તોડી દીધા છે. પ્રદેશ ભરના ડેમ ખોલી મૂકવામાં આવ્યા છે. 11 સપ્ટેમ્બર સુધી પ્રદેશમાં સામાન્યથી 26 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે.

ગુજરાત અને એમપીમાં ભારે વરસાદનું એલર્ટ, વિજળી પડવાની સંભાવનાગુજરાત અને એમપીમાં ભારે વરસાદનું એલર્ટ, વિજળી પડવાની સંભાવના

English summary
people of bhopal divorces frog couple to stop rain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X