For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતથી ખુશ કોંગ્રેસઃ ‘આ મોદી સરકારના ખાતમાની શરૂઆત છે’

આજે ફરીથી એક વાર વિપક્ષની મજબૂતીએ મોદી લહેરનો જાદૂ ફીકો સાબિત કરી દીધો અને ફૂલપુર બાદ કૈરાના પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

આજે ફરીથી એક વાર વિપક્ષની મજબૂતીએ મોદી લહેરનો જાદૂ ફીકો સાબિત કરી દીધો અને ફૂલપુર બાદ કૈરાના પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા બંને સીટો પર ભારતીય જનતા પક્ષને હારનો સામનો કરવો પડ્યો છે. નૂરપુરમાં જ્યાં સમાજવાદી પક્ષે ભાજપ પાસેથી સીટ છીનવી લીધી ત્યાં કૈરાનામાં રાષ્ટ્રીય લોકદળે ભાજપને હરાવ્યુ છે. આ બંને સીટો પર ભાજપની હારને 2019 ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષ્યમાં મોટો ઝટકો માનવામાં આવી રહી છે. આ તરફ આ જીતથી વિરોધી દળમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાજપના સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ ચૂકી છે-પ્રમોદ તિવારી

ભાજપના સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ ચૂકી છે-પ્રમોદ તિવારી

આ વિજયથી ખુશ કોંગ્રેસના કદાવર નેતા અને પક્ષના પ્રવકતા પ્રમોદ તિવારીએ કહ્યુ કે જનતાએ જે નિર્ણાયક જીત આપી છે તેના માટે પક્ષ આભાર વ્યક્ત કરે છે, પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે જૂઠ, છેતરપિંડી અને વિશ્વાસઘાત પર આધારિત ભાજપના સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ ચૂકી છે.

જૂઠ અને નફરતની રાજનીતિનો ખાત્મો

જૂઠ અને નફરતની રાજનીતિનો ખાત્મો

મીડિયા સાથે વાત કરતા પ્રમોદ તિવારીએ કહ્યુ કે ભાજપ સરકાર 4 વર્ષની ઉપલબ્ધિઓ બતાવી રહી હતી, એ ઉપલબ્ધિઓ પર વ્યાપક જનાદેશ આજે આવ્યો છે, કૈરાનામાં કોંગ્રેસ સમર્થિત ગઠબંધનને નિર્ણાયક બઢત મળી છે જે જૂઠ અને નફરતની રાજનીતિનો ખાત્મો છે.

આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ

આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ

ભાજપવાળા કહી રહ્યા હતા કે આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ છે, તો હવે તે હારી ગયા છે, જનતાએ ભાજપને હરાવવાનું મન બનાવી લીધુ છે. અમને ખુશી છે કે કોંગ્રેસના સમર્થનવાળા ગઠબંધનને જીત મળી છે.

હિંદુસ્તાન પણ હારશે

હિંદુસ્તાન પણ હારશે

કૈરાના જીતવા માટે પીએમ મોદીએ એ દરેક કામ કર્યા જે તે કરી શકતા હતા, તેમણે બધી નૈતિકતાઓને બાજુએ મૂકી દીધી. એટલે સુધી કે 9 કિમીના રસ્તાનું ઉદઘાટન પણ એ દિવસે કર્યુ જે દિવસે ચૂંટણી પ્રચાર બંધ થયો હતો. તેમણે લાંબો રોડ શો પણ કર્યો પરંતુ જનતા હવે સમજી ચૂકી છે. કૈરાના હાર્યા બાદ તે હિંદુસ્તાન પણ હારશે.

English summary
people rejected bjp's divisive politics says congress leader pramod tiwari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X