લૂના કારણે મરેલા ચામાચિડિયાને ખાઇ ગયા લોકો, હવે મહામારીનું જોખમ

ઝારખંડમાં વધતી જતી ગરમીના કારણે લૂના કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી રહી છે. જેમાં ઘણા જિલ્લામાં લાખો ચામાચિડિયાનું મોત થયું હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.

આ ચામાચિડિયા મરવાની ઘટના હજારીબાગ, રાંચી અને ગઢવામાં નોંધાઇ છે. આ વિસ્તારમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચી ગયો છે. ગઢવામાં તો તાપમાનનો પારો 48 ડીગ્રી સુધી પહોચી ગયો છે.

ગઢવાના સુંદીપુર ગામમાં મૃત ચામાચીડિયા ખાધા બાદ હવે ગ્રામજનો રોગચાળાને લઈને ચિંતિત છે. ગ્રામજનોની ચિંતાને ધ્યાનમાં રાખીને, ડેપ્યુટી કમિશનરની સૂચના પર, આરોગ્ય વિભાગની ટીમ ગુરુવારના રોજ ગામમાં પહોંચી અને ચામાચીડિયા ખાનારા 27 લોકોની તપાસ કરી હતી. આ તમામ લોકો સ્વસ્થ હોવાનું કહેવાય છે.

આરોગ્ય વિભાગનું શું આયોજન છે? - આરોગ્ય વિભાગની ટીમ ચામાચીડિયા ખાનારા લોકોને અલગ રાખવાનું પણ વિચારી રહી છે. આરોગ્ય વિભાગની ટીમના સભ્યોએ જણાવ્યું કે, ગામમાં કેમ્પિંગ કરતી વખતે ત્યાં ઘણા ચામાચીડિયા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેને દાટી દેવામાં આવ્યા હતા.

heatwave in Gujarati

પશુપાલન વિભાગ ચામાચીડિયાના મૃત્યુના કારણની તપાસ કરવા નમૂનાઓ એકત્રિત કરવા અને પરીક્ષણો હાથ ધરવાની તૈયારી કરી રહ્યું છે. હજારીબાગના સરૈયા ચટ્ટી પંથક ટોલામાં ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં ચામાચીડિયા બળીને ખાખ થઈ ગયા છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ શું કહ્યું - સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચામાચીડિયા વર્ષોથી અહીં પીપળ, વડ, આમલી, સેમલ અને આંબાના ઝાડ પર રહે છે. કેટલાક લોકો તેમના માંસનું સેવન પણ કરે છે.

કોરોના સંક્રમણ બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે તેમનો શિકાર ઓછો થયો છે. પર્યાવરણવિદ ડૉ. મુરારી સાહ કહે છે કે, ચામાચીડિયાની પાંખો બારીક પટલની બનેલી હોય છે. તેઓ ઉચ્ચ તાપમાન સહન કરી શકતા નથી. ગરમી દૂર કરવા માટે, તેઓ પાણીમાં ડૂબકી લગાવે છે, જે તેમના શરીરનું તાપમાન ઘટાડે છે.

જ્યાં નજીકમાં પાણીના સ્ત્રોત નથી, ત્યાં ચામાચીડિયા મરી રહ્યા છે. રાંચીના મોરહાબાદી મેદાનની આસપાસના વૃક્ષો પર પણ ચામાચીડિયા વર્ષોથી વસવાટ કરે છે. અહીં હજારો ચામાચીડિયાએ નીલગિરી વગેરે જેવા ઊંચા વૃક્ષો પર પોતાનું ઘર બનાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X