વિપક્ષ એક નહીં થાય તો જનતા માફ નહીં કરે - અધિર રંજન ચૌધરી
કર્ણાટકમાં બીજેપીને ખરાબ રીતે હરાવીને સત્તામાંથી બહાર કર્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓ બીજેપીને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની સત્તામાંથી હટાવવા માટે એકજૂથ થઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરીએ મોટુ નિવેદન આપ્યુ છે.
કર્ણાટકની જીતે હાંસિયામાં ધકેલાઈ રહેલી કોંગ્રેસને નવજીવન આપ્યુ છે. કર્ણાટકના પરિણામોથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓમાં ઉત્સાહ છે ત્યારે બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે બીજેપી અને પીએમ મોદીના દિવસો ખતમ થવાના છે, જો વિપક્ષ હવે એક નહીં થાય તો દેશની જનતા આપણને માફ નહીં કરે.

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ કહેતી આવી છે કે જો વિપક્ષ એક થશે તો બીજેપીની સત્તા નહીં બચે. વિપક્ષોએ એક થઈને ભાજપ સામે લડવું પડશે. કોઈ અજેય નથી, ભાજપને હરાવવુ શક્ય છે.
તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીને અજેય જોડી માનવામાં આવતી હતી પરંતુ આજે સાબિત થઈ ગયું છે કે સામાન્ય જનતાનો મત એ કોઈ પાર્ટીના બેંકના પૈસા કે ફિક્સ ડિપોઝીટ નથી. કોઈ ગમે તેટલા મોટા દાવા કરે, સામાન્ય જનતા વિચારીને મત આપે છે.
#WATCH | We are saying from the beginning that if the Opposition is united then BJP can't remain in power. After the Karnataka polls, a wave has started across the country and people are saying that the days of PM Modi and BJP are coming to an end. If the Opposition will not… pic.twitter.com/nOkxkYnzWv
— ANI (@ANI) May 14, 2023
અધીર રંજન ચૌધરીએ આગળ કહ્યું કે, કર્ણાટકના પરિણામોથી દેશમાં બીજેપી વિરોધી લહેર ફેલાઈ છે અને લોકો કહી રહ્યા છે કે પીએમ મોદી અને ભાપના દિવસો પૂરા થવાના છે. અધીર રંજને કહ્યું કે જો વિપક્ષો ભાજપ સામે એક નહીં થાય તો દેશની જનતા માફ નહીં કરે.












Click it and Unblock the Notifications
