For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની RT-PCR તપાસ સસ્તી થયા બાદ SCમાં અરજી, અત્યાર સુધી લીધેલા પૈસા પાછા આપે હોસ્પિટલ

દેશમાં કોરોના સંક્રમણની ફરીથી વધી રહેલી ગતિ વચ્ચે આની મોંઘી ટેસ્ટીંગનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના સંક્રમણની ફરીથી વધી રહેલી ગતિ વચ્ચે આની મોંઘી ટેસ્ટીંગનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. કોર્ટમાં દાખલ એક અરજીમાં માંગ કરવામાં આવી છે કે ખાનગી પ્રયોગશાળાઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના આરટી-પીસીઆર ટેસ્ટિંગ માટે લેવામાં આવેલી વધુ રકમને પાછી આપવાના નિર્દેશ આપો. સાથે જ દેશભરમાં આરટી-પીસીઆર પરીક્ષણની કિંમતને 400 રૂપિયા નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

SC

ઉચ્ચતમ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ ખાનગી પ્રયોગશાળાઓ અને હોસ્પિટલો દ્વારા આરટી-પીસીઆર પરીક્ષણ માટે લેવામાં આવેલી વધારાની રકમ પાછી આપવા માટે નિર્દેશ આપે. આ પહેલા અજય અગ્રવાલ નામના વકીલે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યુ હતુ કે કોરોનાના નામે સામાન્ય જનતાને લૂટવાનુ કામ થઈ રહ્યુ છે. લેબ મરજી મુજબ પૈસા કોરોના ટેસ્ટ માટે વસૂલી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આરટી-પીસીઆર ટેસ્ટ માટે નવસોથી ત્રણ હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે કે જે લોકો પર માર છે. એવામાં આમાં એકરૂપતાની જરૂર છે માટે દેશભરમાં સમાન રીતે મહત્તમ 400નો દર આ ટેસ્ટ માટે નિર્ધારિત કરવામાં આવે.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આના માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે વેબ ખૂબ જ ફાયદો ખાંટી રહી છે. આરટી-પીસીઆર કિટની કિંમત દેશમાં 200 રૂપિયા છે પરંતુ ટેસ્ટના બેથી ત્રણ હજાર રૂપિયા જઈ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે આંધ્ર પ્રદેશમાં આ પરીક્ષણની કિંમતના આધારે લેબ 1400 ટકા સુધી લાભ લઈ રહી છે. વળી, દિલ્લીમાં આ 1200 ટકા સુધી છે. અગ્રવાલે અરજીમાં કહ્યુ છે કે લોકો કોરોના વાયરસ માટે દહેશતમાં છે અને આનો ફાયદો ઉઠાવીને લેબ જોરદાર કમાણી કરી રહી છે. મહામારીના સમયે લોકો સાથે આ ન થવુ જોઈએ. એવામાં ટેસ્ટનો એક જ દર દેશમાં હોવો જોઈએ.

Bigg Boss 14ના ઘરમાં આવતા રાખી સાવંતે મચાવી ધમાલ, જુઓ VideoBigg Boss 14ના ઘરમાં આવતા રાખી સાવંતે મચાવી ધમાલ, જુઓ Video

English summary
Petition in SC over refund of exorbitant amount charged for RT PCR test by labs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X