10માં દિવસે પણ વધ્યા પેટ્રોલના ભાવ, મોદી સરકાર આજે આપી શકે રાહત

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી પરેશાન લોકોને આજે મોદી સરકાર રાહત આપી શકે છે. આજે 10માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી પરેશાન લોકોને આજે મોદી સરકાર રાહત આપી શકે છે. આજે 10માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 84.99 રૂપિયા થઇ ચૂક્યું છે. દિલ્હીમાં પેટ્રોલ સૌથી ઉપરના સ્તરે 77.17 રૂપિયા છે. પટના અને ભોપાલમાં તેની કિંમત 82 રૂપિયા વટાવી ચુકી છે. દિલ્હીમાં છેલ્લા 2 દિવસોમાં પેટ્રોલ 60 પૈસા મોંઘુ થયું છે.

petrol diesel prices

પેટ્રોલ અને ડીઝલમાં વધી રહેલી કિંમતોને કારણે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકાર ટેક્સમાં ઘટાડો કરી શકે છે. હાલમાં પેટ્રોલ પાર 19.48 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા લીટર ઉત્પાદન ટેક્સ છે. એટલું જ નહીં પરંતુ આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રતાપ પેટ્રોલ ડિલર્સ સાથે મુલાકાત કરશે. જેનાથી કિંમત ઓછી કરવા માટે રસ્તો કાઢવામાં આવશે.

મંગળવારે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર તેલની વધતી કિંમતો પર ધ્યાન આપી રહી છે. તેમને જણાવ્યું હતું કે સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી કરવા માટે પ્રયાસ કરી રહી છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ 2.54 રૂપિયા અને ડીઝલ 2.41 રૂપિયા મોંઘુ થયું છે.

કર્ણાટકની ચૂંટણી બાદ જે રીતે દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. પેટ્રોલના વધતા ભાવથી લોકો પરેશાન છે, તો ડીઝલના ભાવ ખેડૂતો અને ટ્રાન્સપોટર્સને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. જેને કારણે હવે ઠેર ઠેર પ્રદર્શનો થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર વિપક્ષ ઘ્વારા સરકાર પર હુમલા કરવામાં આવ્યા છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલો ભાવ વધારાનું કારણ કાચા તેલની વધતી કિંમત છે. કાચા તેલની કિંમત હાલમાં 70 ડોલર પ્રતિ બેરલ છે. વર્ષ 2013-14 દરમિયાન કાચા તેલની કિંમત 107 ડોલર પ્રતિ બેરલ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X