
16 દિવસ સતત વધ્યા બાદ હવે ઘટ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ
દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાંવધારાથી સામાન્ય જનતા પરેશાન છે અને ઘણી જગ્યાએ આ અંગે વિરોધ પણ જોવા મળ્યો છે. પરંતુ 16 દિવસો સુધી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વૃદ્ધિ બાદ હવે જનતાને થોડી રાહત મળતી દેખાઈ રહી છે. 16 દિવસો બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં થોડો ઘટાડો થયો છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર કાબુ મેળવવો સરકાર માટે ચુનોતી બની રહ્યુ છે અને આના કારણે ઘણા ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 60 પૈસાનો ઘટાડો થયો છે જ્યારે મુંબઈમાં 59 પૈસાનો ઘટાડો થયો છે. વળી, ડિઝલના ભાવોમાં દિલ્હીમાં 56 પૈસા અને મુંબઈમાં 59 પૈસાનો ઘટાડો થયો છે.

સતત વધી રહ્યા હતા ભાવ
તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 78.43 રૂપિયા અને મુંબઈમાં 86.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ હતુ. વળી, દિલ્હીમાં ડિઝલ 69.31 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈ 73.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ હતુ. રાજધાની સહિત દેશના અન્ય શહેરોમાં પેટ્રોલના વધતા ભાવોને કારણે સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજકીય દળોએ પણ આના માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે અને આની સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે.

લોકોમાં હતો ગુસ્સો
આટલુ જ નહિ દિલ્હીમાં સીએનજી પણ મોંઘુ થઈ ગયુ હતુ. પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વૃદ્ધિના કારણે સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા હતા અને આના કારણે લોકોમાં ગુસ્સો હતો. પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વૃદ્ધિના કારણે સરકારની મુશ્કેલીઓ પણ વધી છે અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને આશ્વાસન આપ્યુ હતુ કે સતત વધી રહેલા ભાવોને સરકાર ગંભીરતાથી લીધુ છે અને આનો સ્થાયી સમાધાન શોધવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો
દિલ્હીમાં પેટ્રોલ 77.83 રૂપિયા, મુંબઈમાં 85.65 રૂપિયા, કોલકત્તામાં 80.47 રૂપિયા જ્યારે ચેન્નઈમાં 80.80 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. જ્યારે બુધવારે દિલ્હીમાં ડિઝલ 68.75 પ્રતિ લિટર રહ્યુ તો મુંબઈમાં 73.20 રૂપિયા, કોલકત્તામાં 71.30 રૂપિયા અને ચેન્નઈમાં 72.58 પ્રતિ લિટર રહ્યુ.