For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ, બઘેલ સરકારે કર્યો વેટમાં ઘટાડો

છત્તીસગઢ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. છત્તીસગઢ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યમાં ડીઝલ પર 2 ટકા અને પેટ્રોલ પર એક ટકા વેટ ઘટાડવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાયપુર : છત્તીસગઢ સરકારે રાજ્યના લોકોને મોટી રાહત આપી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. છત્તીસગઢ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યમાં ડીઝલ પર 2 ટકા અને પેટ્રોલ પર એક ટકા વેટ ઘટાડવામાં આવ્યો છે. છત્તીસગઢ સરકારે જણાવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યા બાદ રાજ્ય સરકારને એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પહેલાં છત્તીસગઢના આરોગ્ય પ્રધાન ટીએસ સિંહ દેવે 18 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ 22 નવેમ્બરના રોજયોજાનારી કેબિનેટ બેઠકમાં પેટ્રોલના ભાવ પર મૂલ્ય વર્ધિત કર (વેટ) ઘટાડવાનો નિર્ણય લેશે. આ નિર્ણયથી સરકારે રાજ્યની જનતાને મોટી રાહત આપી છે.

રાજ્ય સરકારના આ પગલાને કારણે સરકારી તિજોરીને લગભગ એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. રાજ્ય સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, સરકારનો આ નિર્ણયરાજ્યની જનતાને મોટી રાહત આપવા માટે લેવામાં આવ્યો છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • ગાંધીનગરઃ 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • દિલ્હી: 103.97 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ: 101.40 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર: 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

  • ગાંધીનગરઃ 89.40 રૂપિયા પ્રતિ લીટર
  • દિલ્હી: 86.67 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ: 91.42 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર: 85.01 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લીટર

English summary
The Chhattisgarh government has decided to reduce VAT on the price of petrol and diesel. Chief Minister Bhupesh Baghel has given a big relief to the people of the state in the cabinet meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X