પેટ્રોલ 85 પૈસા સસ્તું, ભાવ મધરાતથી લાગુ

આ પહેલા પેટ્રોલની કિંમતમાં એક માર્ચથી વિભિન્ન કરોમાં અતિરિક્ત 1.40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વૃદ્ધિને લઇને સંસદમાં હંગામો થયો હતો. આ પહેલા 15 ફેબ્રુઆરીમાં પણ પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે, 15 માર્ચે પેટ્રોલા ભાવમાં 2 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થતાં દેશમાં સબ્સિડી વગરનાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. 14.2 કિ.ગ્રા.નું આ એલપીજી સિલિન્ડર ગ્રાહકો સબ્સિડીવાળા 9 સિલિન્ડરોનો વાર્ષિક ક્વોટા પૂરો થયા બાદ ખરીદે છે. હવે સોમવારથી આ સિલિન્ડર એમને રૂપિયા 901.50ના ભાવે પડશે, એમ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
