પેટ્રોલ-ડિઝલ થયુ સસ્તુ, અડધી રાત બાદ લાગૂ થશે નવો ભાવ

દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો ભાવ 1.46 રુપિયા પ્રતિ લિટર અને ડિઝલનો ભાવ 1.53 રુપિયા પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યો છે...

દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 1.46 રુપિયા અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 1.53 રુપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. વન ઇંડિયાએ પહેલા જ જણાવ્યુ હતુ કે દેશભરમાં પેટ્રોલ અને ડિઝલ બંને સસ્તા થઇ શકે છે. તેનુ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલોના ભાવમાં થયેલો ઘટાડો છે.

petrol

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના આંકડા મુજબ ભારતીય બાસ્કેટના કાચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવ 14 નવેમ્બર, 2016 ના દિવસે 42.12 અમેરિકી ડોલર પ્રતિ બેરલ થઇ ગયા છે. ગયા સપ્તાહમાં તેલનો ભાવ 43.98 અમેરિકી ડોલર પ્રતિ બેરલ હતો. કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે બજારના વિશ્લેષકો મુજબ બજારમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટી શકે છે.

તમને જણાવી દઇએ કે તેલ કંપનીઓ દ્વારા 5 નવેમ્બરે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ ત્યારે પેટ્રોલમાં 89 પૈસા પ્રતિ લિટર અને ડિઝલમાં 86 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આ પહેલા 15 ઓક્ટોબરે તેલ કંપનીઓએ ભાવ વધાર્યા હતા. ત્યારે પેટ્રોલના ભાવોમાં 1.34 રુપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો જ્યારે ડિઝલમાં 2.37 રુપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X