For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 1.63નો ભાવ વધારો

|
Google Oneindia Gujarati News

petrol-prise-hike
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : સરકારી માલિકીની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે પેટ્રોલ શુક્રવાર મધરાતથી પ્રતિ લીટર એક રૂપિયો 63 પૈસા મોંઘું થશે. રાજ્યવાર કરવેરા અલગ રીતે લાગુ કરાશે. તેથી ભાવવધારો દરેક રાજ્યમાં અલગ અલગ રહેશે.

આઈઓસીએ કહ્યું છે કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટી જવાથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઈન્ટરનેશનલ મોટર સ્પિરીટના ભાવ વધી જતાં દેશમાં પેટ્રોલના ભાવ વધારવાની ફરજ પડી છે.
આ વધારામાં લોકલ સેલ્‍સટેક્‍સ અથવા વેટનો સમાવેશ કરવામાં આવ્‍યો નથી. વેટના વધારાને ધ્‍યાનમાં લેવામાં આવેતો અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ રૂપિયા 2.04 નો વધારો થઈ ગયો છે. આ વધારાને તાત્‍કાલિક ધોરણે અમલી બનાવવામાં આવ્‍યો છે.

દિલ્‍હીમાં આ વધારો 1.96 રૂપિયા રહેશે. જ્‍યારે મુંબઈમાં આ વધારો થતા હવે કિંમત વધીને 83.63 રૂપિયા થઈ ગઈ છે. આ વધારાની સાથે જ વેટ સિવાય જૂન બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 10.80 રૂપિયાનો વધારો થઈ ચુક્‍યો છે જ્‍યારે દિલ્‍હીમાં ટેક્‍સ સાથે આ વધારો લીટરદીઠ 13.06 રૂપિયા છે. અગાઉ 15 અને 16મી સપ્‍ટેમ્‍બરના દિવસે પેટ્રોલની કિંમતમાં ધટાડો થવાની શક્‍યતા દેખાઈ રહી હતી પરંતુ નિર્ધારિત પખવાડિક સુધારાની તારીખ પહેલા જ ફરી એકવાર વધારો ઝીંકાયો છે.

ઓઈલ કંપનીઓએ રૂપિયાના પતનના પરિબળ બાદ એડવાન્‍સ તારીખમાં કિંમતમાં વધારો કર્યો છે. ઇન્‍ડિયન ઓઈલ કોર્પોરેશને કહ્યુછેકે પેટ્રોલની સરેરાશ 117.40 ડોલર સુધી પહોંચી ગઈ છે. ઓઈલ કંપનીઓએ હાલના દિવસોમાં વારંવાર પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે. હવે ડિઝલની કિંમતમાં પણ વનટાઈન વધારો જે 3થી 5 રૂપિયાનો રહેશે જે કરાશે જ્‍યારે કેરોસિનની કિંમતમાં લીટરદીઠ 2 રૂપિયાનો અને એલપીજીની કિંમતમાં સિલિન્‍ડર દીઠ 50 રૂપિયાનો વધારો થઈ શકે છે.

ઓઈલની કિંમતમાં વધારો અને રૂપિયાના ધોવાણથી નુકસાનનો આંકડો વધીને 1,80,000 કરોડ સુધી પહોંચી ગયો છે. પેટ્રોલની કિંમતમાં ટૂંકા ગાળામાં સાતમી વખત વધારો ઝીંકવામાં આવ્‍યો છે. જેના પરિણામસ્‍વરૂપે લોકો પર વધુ બોજ તીવ્ર મોંધવારી વચ્‍ચે આવ્‍યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ક્‍યારે કેટલો વધારો પેટ્રોલની કિમતમાં કરવામાં આવ્‍યો તેના આંકડા નીચે મુજબ છે. આ તમામ વધારા લોકલ સેલ્‍સટેક્‍સ અને વેટ સિવાયનો.

તારીખ વધારો(લીટરદીઠ)
પહેલી જૂન 0.75 પૈસાનો વધારો
16મી જૂન 2.00 રૂપિયાનો વધારો
29મી જૂન 1.82 રૂપિયાનો વધારો
14મી જુલાઈ 1.55 રૂપિયાનો વધારો
31મી જુલાઈ 0.70 પૈસાનો વધારો
31મી ઓગસ્‍ટ 2.35 રૂપિયાનો વધારો
13મી સપ્‍ટેમ્‍બર 1.63 રૂપિયનો વધારો

English summary
Petrol price rise Rs 1.63 per liter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X