
ફાઇઝર અને મોડર્નાએ દિલ્હીને કોરોના વેક્સિન આપવાન કર્યો ઇનકાર, કહ્યું- અમે ફક્ત ભારત સરકાર સાથે કરીશુ ડીલ
અમેરિકન ફાર્મા કંપનીઓ મોડર્ના અને ફાઇઝર દિલ્હી સરકારને કોરોના રસી આપવાનો ઇનકાર કર્યો છે. કંપનીઓએ કહ્યું છે કે તેઓ ભારત સરકાર સાથે રસી પુરવઠા વિશે વાત કરશે, રાજ્યોને નહીં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે આ માહિતી આપી છે. અગાઉ, મોડર્ના અને ફાઇઝર પણ પંજાબ સરકારને રસી આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે.
અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે, "અમે કોરોના રસી માટે મોડર્ના અને ફાઈઝર સાથે વાત કરી છે, પરંતુ તેમના વતી કહેવામાં આવ્યું છે કે તેઓ રાજ્યને આ રસી નહીં આપે." તેઓ કહે છે કે અમે આ અંગે કેન્દ્ર સરકાર સાથે જ વાત કરીશું. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે કેન્દ્ર સરકારે તેમની સાથે વાત કરીને રસી આયાત કરીને રાજ્યોમાં વહેંચી લેવી જોઈએ. અમે પહેલેથી જ ઘણો સમય ગુમાવી દીધો છે, હવે વધુ વિલંબ કરવો તે ખૂબ જોખમી હોઈ શકે છે.
અમારી પાસ બ્લેક ફંગસની પણ દવા નથી
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું છે કે બ્લક ફંગસ માટે તેમની પાસે કોઈ દવા નથી. તેમણે કહ્યું, અમે બ્લક ફંગસ માટે અમારા કેન્દ્રો બનાવ્યાં છે પણ જો દવા નથી તો સારવાર કેવી રીતે કરવી? દિલ્હીમાં બ્લક ફંગસના આશરે 500 દર્દીઓ છે, આવી સ્થિતિમાં, દિલ્હીને દરરોજ 2000 ઇન્જેક્શનની જરૂર હોય છે પરંતુ અમને 400-500 ઇન્જેક્શન મળી રહ્યાં છે.
દિલ્હી સિવાય પંજાબ સરકારને પણ ફાર્મા કંપનીઓ દ્વારા આ રસીને લઈને સમાન પ્રતિસાદ મળ્યો છે. રસી કંપનીઓએ આ રસીનો સીધો પંજાબમાં વેચાણ કરવાનો ઇનકાર કર્યો હતો. પંજાબ સરકારના જણાવ્યા અનુસાર, તેણે સ્પુટનિક-વી, ફાઈઝર, મોડર્ના અને જહોનસન અને જોહ્નસનનો સંપર્ક કર્યો હતો. આ કંપનીઓએ કહ્યું હતું કે તેઓ ભારત સરકાર સાથે સોદો કરશે, રાજ્ય સરકારો સાથે નહીં.