• search

મુંબઇઃ મહિલા ફોટોગ્રાફર સાથે ગેંગરેપ, આરોપી પકડાયા

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઇ, 23 ઑગસ્ટઃ મુંબઇમાં એક શરમજનક ઘટના ઘટી છે. મહાલક્ષ્મી વિસ્તારમાં એક મહિલા ફોટોગ્રાફર સાથે કેટલાક અજાણ્યા શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના ગુરુવારે સાંજે ઘટી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા  આરોપીઓને પકડી લેવામા આવ્યા છે અને પીડિતાના મિત્ર સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા હતા, જેને મિત્રએ ઓળખી લીધા છે. આ વચ્ચે એ પણ જાણવા મળ્યું છે કે, પકડાયેલા આરોપીમાંથી એકે પોતાનો ગુનો કબુલી લીધો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    . મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે એક અંગ્રેજી સમાચારપત્રને કહ્યું કે, સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. મહિલા ફોટોગ્રાફર એક પત્રિકા માટે કામ કરે છે અને એક અસાઇન્મેન્ટ બાબતે ફેમસ સ્ટૂડિયો પાસે શક્તિ મિલ્સ કમ્પાઉન્ડમાં ગઇ હતી. સમાચારો અનુસાર અંદાજે સાંજે છ વાગ્યે મહિલા ફોટોગ્રાફર ત્યાં ગઇ, જ્યાં આરોપીએ તેમના સાથીને બાંધી દીધો અને તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. શક્તિ મિલ્સ કમ્પાઉન્ડ ડ્રગ્સ એડિક્ટ લોકો માટે બદનામ છે. મહિલા ફોટોગ્રાફર રાત્રે 10 વાગ્યે પેદ્દાર રોડ પર સ્થિત જસલોક હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલ ઓથોરિટીએ એનએમ જોશી માર્ગ પોલીસને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી છે.

    જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે, મહિલા ફોટોગ્રાફર હોસ્પિટલ કેવી રીતે પહોંચી, તેમજ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસની તપાસ ટૂકડી ઘટના સ્થળે પહોંચી છે અને મામલાની તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર પોલીસ દ્વારા 20 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    પોલીસે જારી કર્યા સ્ક્રેચ

    પોલીસે જારી કર્યા સ્ક્રેચ

    મુંબઇ પોલીસ દ્વારા પીડિત મહિલા ફોટોગ્રફારના સહકર્મીની મદદથી બળાત્કારીઓના સ્ક્રેચ ત્યાર કર્યા છે અને બળાત્કારીઓને પકડી પાડવા કવાયદ હાથ ધરી છે.

    18 ટૂકડીઓ કરાઇ તૈયાર

    18 ટૂકડીઓ કરાઇ તૈયાર

    મુંબઇ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સહિત 18 પોલીસ ટૂકડીઓ તૈયાર કરવામાં આવી છે. માહિતી અનુસાર પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

    પાંચ લોકોએ કર્યો હતો બળાત્કાર

    પાંચ લોકોએ કર્યો હતો બળાત્કાર

    મહિલા ફોટોગ્રાફર પોતાના કોઇ અસાઇન્મેન્ટ માટે શક્તિ મિલ તરફ ગઇ હતી ત્યારે પહેલા બે શખ્સોએ તેને અને તેના સહકર્મીને બંધક બનાવ્યા અને બાદમાં અન્ય સાથીદારોને બોલાવીને મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

    મહિલા ફોટોગ્રાફર અને સહકર્મી સાથે મારપીટ

    મહિલા ફોટોગ્રાફર અને સહકર્મી સાથે મારપીટ

    એટલું જ નહીં પરંતુ આ હવસખોરોએ મહિલા ફોટોગ્રાફર અને તેની સાથે આવેલા સહકર્મી સાથે મારપીટ પણ કરી હતી. હાલ બન્ને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

    કોણે શું કહ્યું

    કોણે શું કહ્યું

    રાજીવ પ્રતાપ રુડી, ભાજપઃ આ એક રાષ્ટ્રીય અપરાધ છે
    કપીલ સિબ્બલ, કોંગ્રેસઃ આપણે મજબૂત કાયદો લાવો પડશે
    મીરા કુમાર, લોકસભા અધ્યક્ષઃ સંસદ તેના પર ઉચિત પગલાં ભરશે

    English summary
    A 23 year old woman photographer was allegedly gangraped by five men on Thursday in Mumbai.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more